ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરીસાયન્સ એન્ડ ટેકનોલોજી

PM મોદી અને બિલ ગેટ્સ વચ્ચે ‘AIથી ડિજિટલ પેમેન્ટ્સ’ થીમ પર થઈ વાતચીત, જુઓ વીડિયો

Text To Speech
  • અમારા દેશમાં બાળકનો જન્મ થાય છે ત્યારે તે ‘આઈ’ અને AI બંને બોલે છે: PM મોદી
  • બંને વચ્ચે AI, ડિજિટલ રિવોલ્યુશન, હેલ્થકેર, એજ્યુકેશન સહિત વિશ્વના ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા 

નવી દિલ્હી, 29 માર્ચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ વચ્ચેની મુલાકાત હાલ ચર્ચામાં છે. બંને વચ્ચે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ડિજિટલ રિવોલ્યુશન, હેલ્થકેર, એજ્યુકેશન સહિત વિશ્વના ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ભારતીયો માત્ર ટેક્નોલોજી અપનાવી રહ્યા નથી પણ આગળ પણ વધી રહ્યા છે. આપણા દેશમાં બાળકનો જન્મ થાય ત્યારે આઈ (માતા) પણ બોલે છે અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) પણ બોલે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વડા પ્રધાનના નિવાસસ્થાન પર તેમની સાથેની વાતચીત દરમિયાન અબજોપતિ રોકાણકાર અને માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સને જે વાતો કહી હતી તે અહીં છે. આ મુલાકાત દરમિયાન થયેલી વાતચીતને આજે શુક્રવારે પ્રસારિત કરવામાં આવી છે. તેની થીમ ‘ફ્રોમ એઆઈ ટુ ડિજિટલ પેમેન્ટ્સ(From AI To Digital Payments)’ છે. આ વાતચીતનું ટીઝર 28 માર્ચે રિલીઝ કરવામાં આવ્યું હતું. બિલ ગેટ્સે વાતચીત દરમિયાન પીએમ મોદીને કહ્યું કે, ભારત જે થીમ આગળ લાવે છે તેમાંથી એક એ છે કે ટેક્નોલોજી બધા માટે હોવી જોઈએ.

પીએમ મોદીએ બિલ ગેટ્સને તેમનું જેકેટ બતાવ્યું

ક્લાઈમેટ ચેન્જના સવાલ પર પીએમ મોદીએ બિલ ગેટ્સને પોતાનું જેકેટ બતાવ્યું અને કહ્યું કે, તે રિસાઈકલ મટિરિયલથી બનેલું છે. તેમણે કહ્યું કે, “અમે પ્રગતિના માપદંડોને ક્લાઈમેટ ફ્રેન્ડલી બનાવ્યા છે, આજે અમારી પ્રગતિના તમામ માપદંડો એન્ટી-ક્લાઈમેટ ફ્રેન્ડલી છે.” કોરોના સમયગાળા દરમિયાન રસી બનાવવા અને તેને દેશ તેમજ વિશ્વમાં વહેંચવાના પ્રશ્ન પર પીએમ મોદીએ કહ્યું કે, “લોકોને શિક્ષિત કરો અને તેમને સાથે લઈ ચાલો. આ સરકાર વિરુદ્ધ વાયરસ નથી, આ વાયરસ વિરુદ્ધ જીવનની લડાઈ છે.”

જેમને સાયકલ ચલાવતા આવડતું નહોતું, તેઓ આજે પાયલટ બનીને ડ્રોન ચલાવી રહ્યા છે: PM

ઇન્ટરવ્યુ દરમિયાન બિલ ગેટ્સ કહે છે કે, “ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતની થીમ એ છે કે ટેક્નોલોજી બધા માટે હોવી જોઈએ.” આના પર પીએમ મોદીએ કહ્યું કે, “ગામડાની મહિલા એટલે ભેંસ ચરાવશે, ગાય ચરાવશે, દૂધ દોહશે..એમ નથી પરંતુ હું તેમના હાથમાં ટેકનોલોજી આપવા માંગુ છું. આ દિવસોમાં હું ડ્રોન દીદી સાથે વાત કરી રહ્યો છું. તે ખૂબ જ ખુશ છે, તે કહે છે કે અમને સાઇકલ કેવી રીતે ચલાવવી તે આવડતું ન હતું, આજે અમે પાયલટ બની ગયા છીએ, ડ્રોન ચલાવીએ છીએ.”

આ પણ જુઓ: કેજરીવાલ પર અમેરિકા-જર્મનીની ટિપ્પણી બાદ ધનખરનો જવાબ: ન્યાયતંત્ર પર લેક્ચર ન આપો

Back to top button