ઇક્વિટી બજારમાં નિફ્ટી અને સેન્સેક્સેનો પોઝીટીવ પ્રારંભ, એશિયન બજારો સુસ્ત

મુંબઇ, 2 જુલાઇ, 2025: ભારતીય ઇક્વિટી બજારમાં આજે વૈશ્વિક બજારોને અનુસાર સેન્સેક્સ પાછલા બંધ 83,697.29ના બંધ સામે 80 પોઇન્ટ ઉપર 83,790.72 પર ખુલ્યો હતો. જ્યારે હાલમાં (સવારે 9.17 કલાકે) 150 પોઇન્ટની ઉપર ચાલી રહ્યો છે. જ્યારે બીજી બાજુ એનએસઇ નિફ્ટી 50 પણ પાછલા બંધ 25,541.80ના બંધ સામે આજે 47 પોઇન્ટ ઉપર ખુલીને હાલમાં 51 પોઇન્ટ ઉપર ચાલી રહી છે. નિષ્ણાતોના અનુસાર આજે પણ અથડાયેલુ જોવા મળી શકે છે.
દરમિયાનમાં આજે ગિફ્ટ નિફ્ટી સવારથી ફ્લેટ રહી હતી. સવારે 8.55 કલાકે ફક્ત 10 પોઇન્ટના વધારા સાથે 25692 પોઇન્ટના મથાળે હતી. ગઇકાલે પણ સવારથી જ ભારતીય ઇક્વિટી બજારમાં પ્રારંભિક કંગાળ દેખાવને પગસે સત્રને અંતે નિફ્ટી 25 પોઇન્ટ તૂટીને 25,542 અને સેન્સેક્સ 91 પોઇન્ટ ઘટીને 83,697 પર બંધ આવ્યો હતો.
એશિયન બજારો
રોકાણકારોની ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલની વ્યાજ દરમાં ઘટાડા વિશેની ટિપ્પણી પર નજર હોવાના પગલે એશિયા પેસિફિક બજારો મિશ્ર રહ્યા હતા. જેના પગલે આજે સવારે જાપાનનો નિક્કેઇ 1.32 ટકા અને ટોપીક્સ 0.64 ટકા ઘટ્યો હતો.જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.42 ટકા નીચે અને કોસડેક ફ્લેટ રહ્યો હતો. પોવેલે જણાવ્યું હતુ કે જો ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ પહેલો હાથ ન ધરી હોત તો પહેલેથી જ વ્યાજ દરમાં ઘટાડો કર્યો હોત.
અમેરિકન બજાર
ટ્રમ્પના જંગી કર અને ખર્ચત બીલ અને પોવેલની ટિપ્પણી વચ્ચે અમેરિકન બજારો મિશ્ર રહ્યા હતા. જેમાં એસએન્ડપી 500 0.11 ટકા તેમજ નાસડેક કંપોઝિટ 0.82 ટકા ઘટ્યો હતો. જોકે બ્લ્યુચિપ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 0.91 ટકાના જંગી વધારા સાથે બંધ આવ્યો હતો. બીજી બાજુ છ વિદેશી ચલણો સામે ડોલરમાં ઘટાડો પણ અમેરિકા માટે મોટી ચિંતા છે. જેના કારણે અમેરિકન રોકાણકારોને અન્ય દેશમાં રોકાણ કરતા પહેલા બ્રેક લાગી શકે છે.
બીજી બાજુ ક્રૂડ ઓઇલના ભાવ પણ હવે નીચે આવ્યા છે. ડબ્લ્યુટીઆઇ ક્રૂડ બુધવારે સવારે નાયમેક્સ પર 65.35 ડોલરના મથાળે ક્વોટ થયું હતું, જ્યારે બ્રેન્ટ ક્રૂડ 0.03 ટકા ઉપર 67.09 ટકા ઉપર ચાલુ રહ્યુ હતું.
આ પણ વાંચોઃ…તો મસ્કે પોતાની દુકાન બંધ કરીને દક્ષિણ આફ્રિકા પરત ફરવું પડશેઃ ટ્રમ્પની એલન મસ્કને ચેતવણી












