‘Ponniyin Selvan 2’ના ટ્રેલરની રિલીઝ ડેટ રિવીલ, વિક્રમ-ઐશ્વર્યાનો જોરદાર અંદાજ


દિગ્દર્શક મણિરત્નમની જાણીતી ફિલ્મ ‘Ponniyin Selvan’ની સફળતા બાદ હવે ફેન્સ આ ફિલ્મના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ‘Ponniyin Selvan 2’ આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મ આ વર્ષે 28 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સાથે જ આ ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે. મેકર્સે ‘Ponniyin Selvan 2’ના પોસ્ટરની સાથે ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટની જાહેરાત કરી છે.
‘Ponniyin Selvan 2’ ટ્રેલર
ફિલ્મના નિર્માતાઓ દ્વારા શેર કરવામાં આવેલા પોસ્ટરમાં મુખ્ય કલાકારો ચિયાન વિક્રમ અને ઐશ્વર્યા રાય બચ્ચન જોવા મળે છે. ફિલ્મનું પોસ્ટર ખૂબ જ શાનદાર છે. ટ્રેલરની રિલીઝ ડેટની વાત કરીએ તો, આ રાહ ટૂંક સમયમાં જ પૂરી થવા જઈ રહી છે. ‘Ponniyin Selvan 2’નું ટ્રેલર 29 માર્ચે રિલીઝ થશે, જેનો અર્થ છે કે રાહ જોવા માટે માત્ર થોડા દિવસો બાકી છે. હાલમાં જ ફિલ્મમાંથી ચિયાં વિક્રમનો ફર્સ્ટ લુક સામે આવ્યો હતો જેમાં તે યોદ્ધાના પાત્રમાં જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃ રાઘવ ચઢ્ઢાએ પરિણિતી ચોપરા સાથેના વાયરલ વીડિયો પર તોડ્યું મૌન
Ponniyin Selvan 2નું આકર્ષક પોસ્ટર સામે આવ્યું
તમને જણાવી દઈએ કે, ‘Ponniyin Selvan’ પ્રખ્યાત લેખક કલ્કી કૃષ્ણમૂર્તિની આ જ નામની પ્રખ્યાત નવલકથા પર આધારિત છે. ફિલ્મમાં ચિયાન વિક્રમ, ઐશ્વર્યા રાય બચ્ચન, કાર્તિ, જયમ રવિ અને ત્રિશા કૃષ્ણન જેવા સ્ટાર્સ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ વર્ષે રિલીઝ થનારી મોટી ફિલ્મોની યાદીમાં ‘Ponniyin Selvan 2’નું નામ પણ સામેલ છે. ફેન્સ પણ આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, ‘Ponniyin Selvan’ 30 સપ્ટેમ્બર 2022ના રોજ રીલિઝ થઈ હતી. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 250 કરોડથી વધુની કમાણી કરી હતી, જ્યારે વિશ્વભરમાં ફિલ્મે 450 કરોડથી વધુની કમાણી કરી હતી. હવે દરેકની નજર ‘પોનીયિન સેલ્વન 2’ પર ટકેલી છે, જોવાનું એ રહેશે કે આ ફિલ્મ રિલીઝ થયા પછી દર્શકોનું કેટલું ધ્યાન ખેંચે છે.
આ પણ વાંચોઃ તો શું ખરેખર રાજકુમાર રાવ-ભૂમિ પેડનેકરની ફિલ્મ ‘ભીડ; ઓનલાઈન લીક થઈ