ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

‘રાજનીતિ ખૂબ જ ક્રૂર…’: કંગના રનૌતે જણાવ્યો રાજકારણ અને અભિનય વચ્ચેનો તફાવત

  • ફિલ્મોમાં કામ કરવું રાજકારણ કરતાં ઘણું સરળ: નવા ચૂંટાયેલા સાંસદ કંગના રનૌત

નવી દિલ્હી, 13 જૂન: હિમાચલ પ્રદેશના મંડીથી નવા ચૂંટાયેલા સાંસદ કંગના રનૌતનું માનવું છે કે ફિલ્મોમાં કામ કરવું રાજકારણ કરતાં ઘણું સરળ છે. ધ હિમાચલી પોડકાસ્ટને આપેલા એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીમાંથી રાજનેતા બનેલી કંગના રનૌતે ખુલાસો કર્યો કે, ભલે તે આ વર્ષે માર્ચમાં ભાજપમાં જોડાઈ, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તેને રાજકારણમાં જોડાવાની ઘણી ઓફર મળી છે. કંગનાએ કહ્યું કે, ‘મારા પરદાદા સરજુ સિંહ રનૌત પણ ધારાસભ્ય હતા, તેથી આવી ઓફરો મારા પરિવારથી ક્યારેય દૂર રહી નથી. મારી પહેલી ફિલ્મ ગેંગસ્ટર પછી તરત જ મને રાજનીતિમાં જોડાવાની ઓફર મળી હતી.

મારા દાદા પણ ધારાસભ્ય હતા: કંગના 

રાજકારણ માટે ભાજપને શા માટે પસંદ કરો છો? આ સવાલ પર કંગનાએ જવાબ આપ્યો હતો કે, તેને લાગ્યું કે આવું કરવાનો આ યોગ્ય સમય છે, તેમ છતાં તેને છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી ઑફર્સ મળી છે. તેમના પરદાદા સરજુ સિંહ રનૌત પણ ધારાસભ્ય હતા, તેથી આ ઓફરો મારા પરિવારથી ક્યારેય દૂર નહોતી. મારી પહેલી ફિલ્મ ગેંગસ્ટર પછી તરત જ મને રાજકારણમાં જોડાવાની ઓફર થઈ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં મારા પિતા અને બહેનને પણ આવી ઑફર્સ મળી હતી. આ પહેલીવાર નથી જ્યારે મને રાજનીતિમાં જોડાવા માટે સંપર્ક કરવામાં આવ્યો હોય, જો કે, જો મને તેમાં રસ ન હોત તો મને આટલી મુશ્કેલીમાંથી પસાર થવું પડત નહીં.’

ફિલ્મો અને કારકિર્દી વચ્ચે સંતુલન જાળવવા અંગે, મંડીના સાંસદ કંગના રનૌતે કહ્યું કે, રાજકારણીનું જીવન ફિલ્મ સ્ટાર તરીકેના જીવન કરતાં વધુ નિર્દય અથવા કઠોર\ક્રૂર હોય છે.

રાજકારણ બહુ ક્રૂર છે: સાંસદ 

કંગનાએ કહ્યું કે, રાજકારણમાં કઠોર જીવન જીવવું પડે છે, તે ફિલ્મોથી સાવ અલગ છે. એક ફિલ્મ અભિનેત્રી તરીકે તમે સેટ અને પ્રીમિયરમાં જાઓ છો, જ્યાં તમે રિલેક્સ રહો છો. અમે અભિનેત્રી તરીકે નરમ જીવન જીવીએ છીએ. મને આ જીવનને અનુકૂળ થવામાં અને આ કઠોરતાને સમાયોજિત કરવામાં ઘણો સમય લાગ્યો. રાજકારણમાં સાવ કઠોર જીવન હોય છે, એક ડૉક્ટરની જેમ, જ્યાં માત્ર પરેશાન લોકો જ તમને મળવા આવે છે, જ્યારે તમે ફિલ્મ જોવા જાઓ છો, ત્યારે તમે ખૂબ હળવાશ અનુભવો છો. કંગનાએ વધુમાં કહ્યું કે, તેણીએ તેના ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવ પાસેથી માર્ગદર્શન મેળવ્યા બાદ આ માર્ગ પર પ્રયાણ કર્યું.

રાજનીતિમાં પ્રવેશનો ઉલ્લેખ કરતાં કંગના રનૌતે કહ્યું કે, મારા ગુરુએ કહ્યું હતું કે તમને જે ગમે છે તે કરો તો તમે બુદ્ધિશાળી છો, પરંતુ જો તમે જે જરૂરી હોય તે કરો છો તો તમે પ્રતિભાશાળી છો.

કંગના રનૌત થોડા સમય પહેલા જ બન્યા સાંસદ 

મહત્ત્વપૂર્ણ છે કે, કંગના રનૌતે મંડી લોકસભા બેઠક પર તેના કોંગ્રેસના હરીફ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહ સામે 74,000 થી વધુ મતોથી જીત મેળવી હતી. આ જીત પછી, તે ચંદીગઢ એરપોર્ટ પર CISF અધિકારી દ્વારા થપ્પડ માર્યા પછી વધુ ચર્ચામાં આવી. થપ્પડ મારનાર અધિકારીએ કહ્યું કે, તેણીએ વિરોધ કરી રહેલા ખેડૂતોનું અપમાન કર્યું. તેણી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓથી તેણી(અધિકારી)ને દુઃખ થયું હતું.

આ પણ જુઓ: સાંસદ ગેનીબેને ધારાસભ્યપદેથી આપ્યું રાજીનામું, હવે પહોંચશે દિલ્હી

Back to top button