રાજકીય વાર્તા: બાપુના જન્મસ્થળની પ્રથમ મહિલા ડોન જે વિધાનસભામાં પહોંચી
1990ની વાત છે. ગુજરાતમાં 8મી વિધાનસભા માટે ચૂંટણી યોજાઈ રહી હતી. ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરની કુતિયાણા વિધાનસભા બેઠક પરથી એવી એક મહિલા ચૂંટણી લડી રહી હતી, જેને ‘લેડી ડોન’ કહેવામાં આવતી હતી. તે મહિલાનું નામ સંતોકબેન જાડેજા હતું. ત્યારે સંતોકબેન જનતા દળની ટિકિટ પરથી ચૂંટણી લડી અને શાનદાર જીત નોંધાવી હતી. તેમજ તે સમયે સંતોકબેનનું વિસ્તારમાં વર્ચસ્વ હતું.
આ પણ વાંચો: કચ્છની આ બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠાનો સવાલ, કોંગ્રેસનો પ્લાન તૈયાર
ઈન્દિરા ગાંધી દ્વારા તેમની સરકારને બરતરફ કરવામાં આવી
તે સમયે કેન્દ્રમાં જનતા દળના નેતૃત્વમાં વીપી સિંહની સરકાર હતી. ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ જનતા દળના નેતા હતા. 1990ની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી હોવા છતાં કોંગ્રેસ સરકાર બનાવી શકી ન હતી. ચીમનભાઈ પટેલ ભાજપની મદદથી ફરી મુખ્યમંત્રી બન્યા. આ પહેલા તેઓ જુલાઈ 1973 થી ફેબ્રુઆરી 1974 સુધી મુખ્યમંત્રી રહી ચુક્યા હતા. નવનિર્માણ ચળવળના પગલે ઈન્દિરા ગાંધી દ્વારા તેમની સરકારને બરતરફ કરવામાં આવી હતી.
વર્ષ પહેલા સંતોકબેન એક સાદી ગૃહિણી હતા
પાંચ-સાત વર્ષ પહેલા સુધી સંતોકબેન એક સાદી ગૃહિણી હતા, બાળકો ઉછેરવા અને પતિ સરમણ જાડેજા માટે ભોજન રાંધવા ઘરની ચાર દીવાલોમાં બંધ રહેતા હતા, પરંતુ 1986માં તેમના પતિની હત્યા કરવામાં આવી અને બાળકોને પણ ધમકી આપવામાં આવી હતી. તે પછી તેમણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતુ.
આ પણ વાંચો: ભાજપ-કોંગ્રેસને હારથી નહિ પણ આ ઉમેદવારોનો લાગી રહ્યો છે “ડર”
વિસ્તારમાં લોકો તેના નામથી ધ્રૂજવા લાગ્યા
સંતોકબેનના પતિ સરમણ મુંજા જાડેજા એક મિલમાં મજૂરી કરતા હતા. એકવાર મિલમાં કામદારો હડતાળ પર ઉતરી ગયા. ત્યારબાદ મિલ માલિકે હડતાળ તોડવા માટે એક સ્થાનિક ગુંડાને કામે રાખ્યો. બોલાચાલી અને ઝપાઝપી બાદ ગુસ્સામાં સરમન જાડેજાએ ગેંગસ્ટરની હત્યા કરી હતી. સરમણ જાડેજાનું મજૂરમાંથી ડોનમાં રૂપાંતર થયુ હતુ અને વિસ્તારમાં લોકો તેના નામથી ધ્રૂજવા લાગ્યા હતા.
જાડેજા વિસ્તારનો મોટો ડોન બની ગયો
ધીમે-ધીમે જાડેજા વિસ્તારનો મોટો ડોન બની ગયો, પરંતુ સરકારની નીતિઓથી પ્રભાવિત થઈને 1986માં તેણે ગુનાની દુનિયાને અલવિદા કહી દીધું, પરંતુ તેનો અંધકારમય ભૂતકાળ તેનો પીછો છોડતો નહોતો. તેના દુશ્મનોએ તેને ગોળીઓથી પતાવી લીધો. આટલું જ નહીં તેની પત્ની અને બાળકોને પણ મારવાનો પ્રયાસ થયો હતો. સંતાનોને બચાવવા માટે સંતોકબેને હથિયાર ઉપાડ્યા અને તેમના પતિની જૂની ગેંગને ફરી જીવંત કરી. થોડી જ વારમાં સંતોકબેનનો સિક્કો વિસ્તારમાં ચાલવા લાગ્યો હતો. સંતોકબેને તેના પતિની હત્યાની શંકા ધરાવતા 14 લોકોની હત્યા કરી હતી. સંતોકબેન સામે 500 થી વધુ ફોજદારી કેસ નોંધાયા હતા. આ વિસ્તારમાં તેમનું વર્ચસ્વ જોઈને તેઓ રાજકારણમાં જવા માંગતા હતા અને 1990ની વિધાનસભાની ચૂંટણી લડી હતી. સંતોકબેન જીતીને ગુજરાત વિધાનસભામાં પહોંચનાર પ્રથમ મહિલા ડોન બન્યા.
આ પણ વાંચો: કુતુબુદ્દીન-અશોક પરમાર: જાણો રમખાણોના ‘પોસ્ટર બોય’ ગુજરાત મોડલ વિશે શું માને છે
કાંધલભાઈ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં
સંતોકબેન જાડેજા 1990થી 1995 સુધી કુતિયાણા બેઠકના ધારાસભ્ય હતા. હવે તેમના પુત્ર કાંધલભાઈ જાડેજા પણ 2012થી આ બેઠક પરથી ધારાસભ્ય છે. 2012 અને 2017માં કાંધલભાઈ એનસીપીની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા. પરંતુ આ વખતે એનસીપીએ ટિકિટ આપવાની ના પાડી દીધી છે. હવે કાંધલભાઈ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં છે.