ટોપ ન્યૂઝનેશનલ

ઋષિ સુનક બ્રિટનના PM તરીકે ચૂંટાતા ભારતમાં રાજકીય દંગલ શરુ, મહબૂબા-થરુરના સવાલનો ભાજપે આપ્યો જવાબ

Text To Speech

નવી દિલ્હીઃ ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે. તેઓ ભારતીય મૂળની પહેલી વ્યક્તિ છે જે બ્રિટનના વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે. ઋષિ સુનકે હિન્દુ ધર્મને માને છે અને પોતાનો ધાર્મિક વિશ્વાસ કોઈ પણ જાતના સંકોચ વગર જાહેર કરે છે. ઋષિ સુનકની વડાપ્રધાન પદ પર તાજપોશીની સાથે જ ભારતમાં પણ કેટલાંક લોકોએ અલ્પસંખ્યકો અને શરણાર્થીઓના અધિકારોને લઈને સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધું છે.

મહબૂબા મુફ્તીનું ટ્વીટ

જમ્મુ કાશમીરના પૂર્વ CM મહબૂબા મુફ્તીએ કહ્યું- જ્યાં બ્રિટનમાં અલ્પસંખ્યક મૂળની એક વ્યક્તિને પોતાના PM તરીકે સ્વીકાર્યા છે, જ્યારે ભારતમાં હજુ પણ CAA-NRC જેવાં વિભાજનકારી કાયદામાં જ રચ્યાપચ્યા છે.

થરુરે ટ્વીટ કરી પૂછ્યું- શું ભારતમાં આવું થઈ શકે?
તો કોંગ્રેસના નેતા શશિ થરુરે પણ પોતાના વિચાર વ્યક્ત કર્યા. થરુરે કહ્યું કે- શું ભારતમાં આવું થઈ શકે છે? થરુરે ટ્વીટ કરીને લખ્યું કે- સુનક વડાપ્રધાન બને છે તો મને લાગે છે કે આપણે બધાએ તે વાત સ્વીકારવી જોઈએ કે બ્રિટનના લોકોએ દુનિયામાં ઘણાં દુર્લભ કાર્યો કર્યા છે, આ કામ છે અલ્પસંખ્યક સમુદાયના એક સભ્યને સૌથી શક્તિશાળી ઓફિસની જવાબદારી સોંપવી. જ્યારે કે આપણે ભારતીય ઋષિ સુનકની સફળતાની ખુશી મનાવી રહ્યાં છીએ, આવો ઈમાનદારીથી પૂછીએ કે- શું આપણે ત્યાં આવું થઈ શકે છે.

ચિદમ્બરમે પણ અલ્પસંખ્યકના નામે રાજકીય રોટલી શેકી
પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરમે પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.તેમણે ટ્વીટ કરી કહ્યું કે પહેલા કમલા હેરિસ હવે ઋષિ સુનક, યુએસ અને યુકેના લોકોએ પોતાના દેશના બિન બહુસંખ્યક નાગરિકોને ગળે લગાવ્યા છે અને તેમણે સરકારમાં ઉચ્ચ પદ માટે ચૂંટવામાં આવ્યા છે. મને લાગે છે કે ભારત અને બહુસંખ્યકવાદનું પાલન કરનારી પાર્ટીઓએ આ શીખવાની જરૂર છે.

તો બીએસપીના નેતા કુંવર દાનિશ અલીએ પણ આ મામલે સરકારને સલાહ આપી છે. દાનિશ અલીએ કહ્યું કે મને લાગે છે કે આપણે બધાંએ તે સ્વીકારવું જોઈશે કે અલ્પસંખ્યકને સૌથી શક્તિશાળી પદ સોંપીને બ્રિટનના લોકોએ દુનિયામાં એક અનોખો અને દુર્લભ કામ કર્યું છે. આપણે ભારતીય આજે સુનકની સફળતાનો જશ્ન મનાવી રહ્યાં છીએ. આવો આપણે ઈમાનદારીથી પૂછીએ- શું આવું આપણે ત્યાં થઈ શકે છે?

ભાજપે કર્યો વળતો પ્રહાર
મહબૂબા મુફ્તી સહિતના નેતાઓની ટ્વીટ પર ભાજપના નેતા રવિશંકર પ્રસાદે પલટવાર કર્યો. તેમણે પણ ટ્વીટ કર્યું અને કહ્યું- ઋષિ સુનક યુકેના પીએમ તરીકે ચૂંટાયા બાદ ભારતમાં અલ્પસંખ્યકોના અધિકારો પર ટિપ્પણી કરતા મહબૂબા મુફ્તીનું ટ્વીટ જોયું. મુફ્તીજી.. શું તમે જમ્મુ કાશ્મીરમાં અલ્પસંખ્યકને રાજ્યના મુખ્યમંત્રી તરીકે સ્વીકારશો? કૃપ્યા કરીને ઉત્તર આપશો.

રવિશંકર પ્રસાદે વધુમાં લખ્યું કે- બ્રિટનના પીએમ તરીકે ઋષિ સુનક ચૂંટાયા બાદ કેટલાંક નેતા બહુસંખ્યકવાદ વિરૂદ્ધ ઘણાં જ સક્રિય થઈ ગયા છે. એપીજે અબ્દુલ કલામની અસાધારણ અધ્યક્ષતા અને મનમોહન સિંહના 10 વર્ષના કાર્યકાળ અંગે તેમને યાદ અપાવવાની જરૂર છે. એક પ્રતિષ્ઠિત આદિવાસી નેતા દ્રૌપદી મુર્મૂ હાલ આપણાં રાષ્ટ્રપતિ છે.

તેમણે વધુમાં લખ્યું કે- ભારતીય મૂળના એક હોશિયાર નેતા ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન બની રહ્યાં છે. આ અસાધારણ સફળતા માટે આપણે તેમની પ્રશંસા કરવી જોઈએ. જો કે તે વાત દુઃખદ છે કે કેટલાંક ભારતીય રાજનેતા દુર્ભાગ્યથી આ તકે પણ રાજનીતિક બ્રાઉની પોઈન્ટ બનાવવાના પ્રયાસ કરી રહ્યાં છે.

Back to top button