અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં બેફામ વાહન ચાલકો પર પોલીસની સખત કાર્યવાહી, એક સપ્તાહમાં કેટલા કરોડનો દંડ વસૂલ?

અમદાવાદ 30 જુલાઈ 2025: અમદાવાદ શહેરમાં રોંગ સાઇડ વાહન ચલાવવાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના પગલે અમદાવાદ પોલીસે સખત કાર્યવાહી હાથ ધરી છે. 22 જુલાઈથી 29 જુલાઈ, 2025 દરમિયાન શહેરના બેફામ વાહન ચાલકો પાસેથી રેકોર્ડબ્રેક 2,05,18,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન પોલીસે રોંગ સાઇડ ડ્રાઇવિંગ સહિત ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ 11,391 ચલણ ફટકાર્યા છે.

શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ટ્રાફિક નિયમભંગને લગતી કુલ 111 ફરિયાદો નોંધાઈ છે. અમદાવાદ પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે, રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને રોડ સેફ્ટીના નિયમોનું પાલન ન કરવું એ શહેરની ટ્રાફિક વ્યવસ્થા અને નાગરિકોની સલામતી માટે ગંભીર જોખમ ઊભું કરે છે.

આ ઘટનાઓએ શહેરીજનોમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક નિયમો પ્રત્યે ગંભીર નિષ્ક્રિયતા દર્શાવી છે. પોલીસે નાગરિકોને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને રોંગ સાઇડ ડ્રાઇવિંગથી દૂર રહેવા અપીલ કરી છે. આગામી દિવસોમાં પણ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી પોલીસે આપી છે.

શહેરીજનોને રોડ સેફ્ટી અંગે જાગૃત કરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ વિભાગ દ્વારા જાગૃતિ અભિયાનો પણ શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો:  વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

Back to top button