પટનામાં ખાન સરના કોચિંગ સેન્ટર પર પોલીસે નોટિસ ચોંટાડી

Police pasted a notice on Khan sir : બિહારની રાજધાની પટનામાં જાણીતા શિક્ષક ખાન સરના કોચિંગ સેન્ટર ‘ખાન ગ્લોબલ સ્ટડીઝ’ (KGS) પર પોલીસ દ્વારા નોટિસ ચોંટાડવામાં આવી છે. પ્રિન્સ યાદવના મોતના કેસમાં તપાસ તેજ બનતા પોલીસએ કોચિંગ સેન્ટરના મેનેજર સહિત ત્રણ કર્મચારીઓને પૂછપરછ માટે પકડ્યા છે.
માહિતી મુજબ, પટના પોલીસએ ખાન ગ્લોબલ સ્ટડીઝના મેનેજર કનૈયા સિંહ સહિત અજિત કુમાર અને અંકિત કુમાર પાંડેને નોટિસ મોકલી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, અગાઉ પણ અનેક વખત બોલાવવામાં આવ્યા છતાં તેઓ હાજર રહ્યા નહોતાં, જેના કારણે હવે સત્તાવાર નોટિસના આધારે કાર્યવાહી કરવામાં આવી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ સમગ્ર મામલો પ્રિન્સ યાદવના મોત સાથે જોડાયેલો છે. પ્રિન્સ યાદવનું મોત નેપાળમાં થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ તેનો મૃતદેહ નેપાળના વિરાટનગરથી સહરસા લાવવામાં આવ્યો હતો. હાલમાં પોલીસે પ્રિન્સ યાદવના મોત પાછળનું સાચું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે.
આ ઉપરાંત કોચિંગ સેન્ટર પર થયેલા હુમલા, હંગામા અને તોડફોડ મામલે પણ FIR નોંધાઈ હતી. આ કેસમાં મેનેજર કનૈયા સિંહે ફરિયાદ નોંધાવી હતી. હવે પોલીસ સમગ્ર ઘટનાક્રમની વિગતવાર પૂછપરછ કરી રહી છે.
રવિવારે ત્રણેય કર્મચારીઓને કદમકુઆં પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને લાંબી પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે મામલાની દરેક દિશામાં તપાસ ચાલી રહી છે અને જરૂરી હોય તો આગળ વધુ કાર્યવાહી પણ કરવામાં આવશે.
પ્રિન્સ યાદવના મોત બાદ સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો છે અને હવે લોકોની નજર પોલીસ તપાસ પર ટકેલી છે.
આ પણ વાંચો : ઓડિશામાં જમીન વિવાદે લીધો ખૂની વળાંક, પુત્રએ માતા-પિતાની કરી હત્યા











