અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમા રથયાત્રાના રૂટ પર પોલીસની ચાંપતી નજર, જુઓ કેવી રીતે થાય છે મોનિટરિંગ

અમદાવાદ, 07 જુલાઈ 2024, રથયાત્રામાં પહેલી વખત શહેર પોલીસ સીસીટીવી કેમેરાની સાથે 14 જગ્યાએ 46 ફેસ રેકગ્નિશન સિસ્ટમ એટલે ચહેરો ઓળખતા કેમેરા, 11 જગ્યાએ પબ્લિક એનાઉસમેન્ટ સિસ્ટમ અને 2 જગ્યાએ ઈમરજન્સી કોલ બોક્સનો ઉપયોગ થયો છે.આખી રથયાત્રાનું પોલીસ થ્રી ડી મેપિંગ કરે છે. જેમાં આખા રૂટ પર દરેક મકાન, રોડ તેમજ લોકોના ચહેરા પણ પોલીસ કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા દેખાય છે. આખી રથયાત્રાનું 5 હજાર સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ થઈ રહ્યું છે.રથયાત્રામાં જોડાનારી 101 ટ્રકમાં જીપીએસ ટ્રેકર લગાવવામાં આવ્યા છે.રથયાત્રાના સમગ્ર રુટ પર DG, ADG, IG અને DIG કક્ષાના 5 અધિકારીઓ તેમજ 12,600 પોલીસો સહિત 23,600 જવાનો બંદોબસ્તમાં તૈનાત કરાયા છે.

 

18 ગજરાજાની આગેવાનીમાં રથયાત્રા
અમદાવાદમાં 18 ગજરાજાની આગેવાનીમાં રથયાત્રા ભજન અને જય રણછોડના નાદ વચ્ચે આગળ વધી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજનમંડળીઓ જોડાઈ છે. સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ભગવાનને આવકારવા અને તેમનાં દર્શન માટે ઊમટી રહ્યા છે.

ભવ્ય જગન્નાથ યાત્રામાં 100થી વધુ ઝાંખીઓ સામેલ
રથયાત્રાને લઈ અમદાવાદના રસ્તા પર માનવ મહેરામણ ઉમટ્યું છે. ભક્તો ભગવાનના દર્શન કરીને ધન્ય અનુભવે છે. અમદાવાદમાં જગન્નાથ યાત્રામાં 100થી વધુ ઝાંખીઓ સામેલ થઇ છે. જેમાં T20 વર્લ્ડ કપની જીતની ઝલક પણ જોવા મળી ને રામ મંદિરનો ટેબલો સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે.

અમદાવાદના કોર્પોરેટરોએ મહંત દિલીપદાસજીના આશીર્વાદ લીધા
અમદાવાદના મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ સહિતના નેતાઓએ મહંત દિલીપદાસજી મહારાજનું સ્વાગત કર્યું હતું. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ મહંત દિલીપદાસજીના આશીર્વાદ લીધા હતા.

ખમાસા ખાતે કર્યુ રથયાત્રાનું મુસ્લિમ અગ્રણીઓ દ્વારા સ્વાગત
ખમાસા ખાતે રથયાત્રા અને તેની સાથે જોડાયેલા જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી તથા ટ્રસ્ટીઓનું ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સહિતના મુસ્લિમ અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા સ્વાગત કરાયું હતુ.

આ પણ વાંચોઃCM ભૂપેન્દ્ર પટેલે ડેશબોર્ડની વીડિયો વોલ પરથી અમદાવાદની રથયાત્રાનું નિરીક્ષણ કર્યું

Back to top button