PM મોદીએ પ્રમુખ સ્વામી નગરનું ઉદ્વાટન કરી આશીર્વાદ લીધા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે છે. જેમાં અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપવા પહોંચ્યા છે. તેમજ PM મોદીએ પ્રમુખ સ્વામી નગરનું ઉદ્વાટન કર્યું છે. જેમાં એસ.પી.રિંગ રોડ પર પ્રમુખ સ્વામીનગર બનાવાયું છે. અને એક મહિના સુધી મહોત્સવ ચાલશે. જેમાં આવતી કાલથી સામાન્ય જનતા આ મહોત્સવમાં ભાગ લઇ શકશે.
આ પણ વાંચો: ગુજરાતમાં “ધુતારી” એપ્લિકેશન આવી, ઓનલાઇન એપમાં લોકોએ લાખો રૂપિયા ગુમાવ્યા
600 એકર જમીન પર સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું
PM મોદીનું સ્વામીનારાયણ સંતોએ સ્વાગત કર્યું છે. તથા વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી અને રાજ્યપાલ પણ ઉપસ્થિત રહ્યા છે. તેમજ મહોત્સવ માટે સાયન્સસિટી-ઓગણજ વચ્ચે SP રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિની ઝાંખી અને વિવિધ રાજ્યોના નૃત્યો પ્રસ્તુત કરવામાં આવ્યા હતી.
આ પણ વાંચો: જાહેરમાં ગંદકી કરનારા ચેતજો, આ શહેરમાં કચરો ફેકનારા પાસેથી વસૂલાયો 13 હજારનો દંડ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ હાજર રહ્યાં
વડાપ્રધાન, મુખ્યમંત્રી અને રાજ્યપાલની સાથે સાથે નવા ચૂંટાયેલા ધારાસભ્યો પણ હાજર છે. જેમાં હાર્દિક પટેલ, જીતુ વાઘાણી, અમદાવાદના મેયર કિરીટ પરમાર, અમિત પી. શાહ, કૌશિક જૈન, પંકજ દેસાઈ અને અમિત ઠાકરનો સમાવેશ થાય છે. તેમજ પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ સાંસદ રતિલાલ વર્મા, પૂર્વ મંત્રી રજની પટેલ પણ સ્થળ પર આવી ગયા છે. આ ઉપરાંત તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ એટલે કે દિલીપ જોશી પણ કાર્યક્રમમાં ભાગ લેવા આવી પહોંચ્યા છે.
15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી મહોત્સવ ચાલશે
600 એકરમાં પ્રમુખ સ્વામિ મહારાજ નગર બનાવાયુ છે. તેમાં 80 હજાર સ્વયંમ સેવકો સેવા આપી રહ્યા છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આધુનિક સ્ટેજ બનાવાયું છે. ફરતા સ્ટેજ પરથી પીએમ મોદી પ્રમુખ સ્વામિનારાયણ નગરનો નજારો માણશે. તથા પ્રમુખ સ્વામી મહારાજની 45 ફૂટની ઊંચી પ્રતિમા પણ બનાવાઈ છે.