ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

PM મોદીએ દિવાળી પહેલા ગુજરાતના લોકોને આપી મેડિકલની મોટી ભેટ

Text To Speech

વડાપ્રધાન મોદીએ આજે વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા ગુજરાતમાં PMJAY-MA યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. જેમાં લાભાર્થીઓને 50 લાખ નવા આયુષમાન કાર્ડ સોંપ્યાં છે. તેમાં આયુષમાન કાર્ડ દ્વારા 5 લાખની મેડિકલ સહાય લઈ શકાય છે.

સરકારી યોજનાઓ લોકોના ઘર સુધી પહોંચી

જેમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે સરકાર યોજનાઓને લઈને ગરીબોના ઘર સુધી જઈ રહી છે. લાભાર્થીઓ સાથેની વાતચીતમાં પીએમ મોદીએ કહયું કે ભૂતકાળમાં થોડા લોકો અને વચેટીયા સરકારી યોજનાઓના ફાયદો ઉઠાવી જતા હતા. પરંતુ હવે સરકાર આવી યોજનાઓને લઈને લોકોના ઘર સુધી જઈ રહી છે. તેથી પીએમ મોદીએ આ પ્રસંગે ગુજરાતના લોકોને 50 લાખ નવા આયુષમાન કાર્ડ સોંપ્યાં હતા.

 

શું છે આયુષમાન યોજના:

કેન્દ્ર સરકારે દેશના ઓછી આવક ધરાવતા નાગરિકો માટે આયુષ્માન ભારત યોજના શરુ કરેલી છે. આ યોજના હેઠળ સરકાર નાગરિકોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર પૂરી પાડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ગુજરાતમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મા અમૃતમ (પીએમજેએવાય-એમએ)ના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો: નાના બાળકોના માતા-પિતા સાવધાન, બર્થ-ડે પાર્ટીમાં જતાં ભુલકાને મળ્યું મોત

ગુજરાતમાં પીએમજેએવાય-એમએ યોજના હેઠળ 50 લાખથી વધુ લાભાર્થીઓને આયુષ્માન પીવીસી કાર્ડ (પોલિવિનાઇલ ક્લોરાઇડ મટિરિયલથી બનેલા) નું વિતરણ કરવામાં આવ્યાં હતા. કેન્દ્રની પીએમજેએવાય યોજનાને 2019માં ગુજરાતની ‘મુખ્યમંત્રી અમૃતમ’ (એમએ) અને ‘મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય’ (એમએવી) આરોગ્ય યોજનાઓ સાથે સંકલિત કરવામાં આવી હતી. આયુષ્માન ભારત –પીએમજેએવાય વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને પરિવાર દીઠ રૂ.5 લાખ સુધીનું આરોગ્ય કવચ આપવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય સ્તરની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવા માટે પરિવારના સભ્યોની સંખ્યા અને ઉંમરની કોઈ મર્યાદા વગર નાણાકીય સહાય આપવામાં આવે છે.

Back to top button