ટોપ ન્યૂઝનેશનલવર્લ્ડ

PM મોદીએ ઈટાલીના PM જ્યોર્જિયા મેલોનીને ફોન કર્યો, જાણો બંને વચ્ચે શું વાત થઈ?

Text To Speech
  • ઇટાલીના PM જ્યોર્જિયા મેલોનીએ PM મોદીને જૂનમાં યોજાનારી G7 સમિટ માટે આમંત્રણ આપ્યું

નવી દિલ્હી, 26 એપ્રિલ: ભારતમાં નવી સરકારને ચૂંટવા માટે મતદાનના ઘણા તબક્કા બાકી છે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે, પરંતુ ઇટાલીના PM જ્યોર્જિયા મેલોનીએ PM મોદીને જૂનમાં યોજાનારી G7 સમિટ માટે આમંત્રણ આપ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાત્રે ઈટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે વાત કરી હતી. બંને વડાપ્રધાનો વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. મેલોનીએ PM મોદીને જૂનમાં યોજાનારી G7 સમિટ માટે આમંત્રણ આપ્યું છે. મોદીએ આ માટે મેલોનીનો આભાર માન્યો હતો અને તેમણે ઇટાલીના મુક્તિ દિવસ પર શુભેચ્છાઓ પણ આપી હતી.

 

બંને વડાપ્રધાનોએ ફોન પર કરી વાત

PM મોદીએ ગુરુવારે ઇટાલીના વડાપ્રધાન મેલોની સાથે ટેલિફોન પર વાત કરી હતી. જૂનમાં ઇટાલીમાં યોજાનારી G7 સમિટમાં તેમને આમંત્રણ આપવા બદલ તેમણે મેલોનીનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ ઈટાલીના મુક્તિ દિવસની 79મી વર્ષગાંઠ નિમિત્તે મેલોની અને ઈટાલીના લોકોને શુભેચ્છા પાઠવી હતી.

વડાપ્રધાન કાર્યાલયે નિવેદન બહાર પાડ્યું 

વડાપ્રધાન કાર્યાલયે કહ્યું કે, ‘બંને નેતાઓએ G7 સમિટમાં ભારતના G20 પ્રમુખપદના મહત્ત્વપૂર્ણ પરિણામોને આગળ વધારવા અંગે ચર્ચા કરી. તેઓએ દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી  હતી.

વિદેશ મંત્રાલયે શું કહ્યું?

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે કહ્યું કે, G7ની બેઠક ઈટાલીમાં યોજાવાની છે. ભારતને આમંત્રણ મળ્યું છે પરંતુ હાલ મામલો વિચારણા હેઠળ છે. જ્યારે અમારી પાસે શેર કરવા માટે વધુ વિગતો હશે, ત્યારે અમે તેને લાવીશું. 13થી 15 જૂન 2024ના રોજ ઇટાલીમાં G7 સમિટ યોજાશે.

આ પણ જુઓ: ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન શરૂ: 13 રાજ્યોની 88 બેઠકો પર આજે વોટિંગ

Back to top button