ગુજરાત

પાલિતાણાના તળેટી વિસ્તારમાં આધેડ પર પાઇપ વડે હુમલો, ઢીકાપાટુનો માર મારી ફરાર

Text To Speech

ભાવનગરઃ પાલીતાણામા તળેટી વિસ્તારમાં રહેતા એક આધેડે ઘર પાસે ગાળો બોલતાં શખ્સને ટપારતા ચાર શખ્સોએ આધેડ પર પાઈપ વડે હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટ્યા હતા. આ અંગે હુમલાખોરો વિરુદ્ધ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

સમગ્ર બનાવ અંગે પાલીતાણા ટાઉન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર, પાલીતાણામા તળેટી વિસ્તારમાં રહેતા વિઠ્ઠલ શામજી મકવાણાના ઘર પાસે ભાવેશ નારણ નામનો શખ્સ ગાળો બોલતો હોવાથી વિઠ્ઠલભાઈના પત્ની શાંતુબેને ભાવેશને અહીં ગાળો ન બોલવા અને અહીંથી જતાં રહેવા જણાવતાં ભાવેશ ઉશ્કેરાયો હતો.

ભાવેશે મહિલા સાથે ઝઘડો કરતાં મહિલાનો પતિ વિઠ્ઠલભાઈએ આ ઝઘડામાં વચ્ચે પડતા ભાવેશ તેના સાગરીતો મહેન્દ્ર નિતીન અને હરેશે વિઠ્ઠલભાઈ પર પાઈપ વડે હુમલો કરી માથામાં ગંભીર ઈજા પહોંચાડી ઢીકાપાટુંનો મૂંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી છુટ્યા હતા. આ અંગે ઈજાગ્રસ્તે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ચારેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button