‘રશિયા-યુક્રેન સંઘર્ષને કારણે પેટ્રોલના ભાવ બમણા થયા’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘રશિયા-યુક્રેન સંઘર્ષને કારણે પેટ્રોલના ભાવ બમણા થયા’ આ મહત્વનું અને મોટું નિવેદન આજે સાંજે વડોદરા ખાતે આવેલા વિદેશમંત્રી એસ.જયશંકરે આપ્યું છે. તેઓએ આ મુદ્દે મીડિયા સાથે વિસ્તારમાં ચર્ચા કરી હતી. તેઓ હાલમાં ગુજરાતમાં વિદેશથી આવેલા 60 દેશોના પ્રતિનિધિઓ સાથે એક મહત્વના કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યા છે. જે આવતીકાલે રવિવારે કેવડિયા ખાતે યોજાવાનો છે.
શું છે સમગ્ર કાર્યક્રમ ?
મળતી માહિતી મુજબ વિદેશમંત્રી ડૉ.એસ. જયશંકર આજે વડોદરા આવ્યા છે. તેઓએ વિવિધ 60 દેશોના પ્રતિનિધિઓ સાથે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે આજે ગર્વની વાત છે કે અમે વિદેશના 50થી વધુ રાજદૂતો સાથે અહીં આવ્યા છીએ. આજે તેઓ વડોદરામાં સમય વિતાવશે. આવતીકાલે તેઓ કેવડિયા જશે. સાંજે તેઓ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ જશે. તેમનામાં ઘણો ઉત્સાહ છે, તેઓ ગુજરાતની પ્રગતિ જોવા માંગે છે. હું આશા રાખું છું કે ગુજરાત વિશે તેમના મનમાં સારી છબી બનશે.
આ પણ વાંચો : પૂર્વ પાકિસ્તાની PM ઇમરાન ખાન સામે વોરંટ, કોઈપણ સમયે થઈ શકે છે ધરપકડ
રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિને સંઘર્ષ વિરામ માટેની અપાઈ હતી સલાહ
આ દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે કહ્યું કે રશિયા-યુક્રેન સંઘર્ષ દરમિયાન પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી બંનેને થોડા સમય માટે યુદ્ધવિરામ માટે કહ્યું, જેથી અમે અમારા વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી શકીએ. તેમણે કહ્યું કે રશિયા-યુક્રેનના સંઘર્ષને કારણે પેટ્રોલની કિંમતો બમણી થઈ ગઈ છે. અમે તેલ ખરીદવા માટે દબાણ હેઠળ હતા, પરંતુ પીએમ મોદી અને સરકારનું માનવું હતું કે આપણે આપણા દેશ માટે જે શ્રેષ્ઠ છે તે કરવાનું છે અને જો દબાણ આવે તો આપણે તેનો સામનો કરવો જોઈએ. વડોદરામાં, વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે ઉત્તરપૂર્વ ભારતમાં તાજેતરના વર્ષોમાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે, કારણ કે અમે બાંગ્લાદેશ સાથે 2015 માં જમીન સરહદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આનાથી ઉગ્રવાદીઓને બાંગ્લાદેશમાં આશ્રય લેતા અટકાવવામાં આવ્યા અને ઉત્તરપૂર્વ ભારતમાં તેમની કામગીરી બંધ કરી દીધી.
આ પણ વાંચો : વન અને પર્યાવરણ મંત્રીએ સાસણ ખાતે ગીર વન વિસ્તારના પ્રશ્નોની સમીક્ષા કરી