ગુજરાત

ભાજપની ચૂંટણીની તૈયારીઓ શરૂ, કેવડિયા ખાતે ભાજપના એસટી મોરચાની બેઠક મળશે

Text To Speech

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. જો ચૂંટણી વ્હેલી નહીં યોજાય તો વર્ષના અંત સુધીમાં ઈલેક્શન થશે. જેને લઈને રાજકીય પાર્ટીઓએ અત્યારથી જ કમર કસી છે. ખાસ કરીને ભાજપે, સંગઠનની જવાબદારીથી લઈને સોશિયલ મીડિયામાં પ્રચાર-પ્રસાર માટે ભાજપનું શિસ્તબદ્ધ આયોજન હોય છે અને તેથી જ છેલ્લાં બે દશકાથી રાજ્યમાં ભાજપનું શાસન જોવા મળી રહ્યું છે.

ભાજપ પોતાના 150+ મિશનને સાકાર કરવા દરેક વર્ગ, જ્ઞાતિ, જાતિ સાથે બેઠકનો દૌર શરૂ કર્યો છે. જે અંતર્ગત ભાજપના ST મોરચાની 2 દિવસીય બેઠક કેવડીયા ખાતે મળશે. આ બેઠક ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ હાજર રહેશે.

આવતીકાલથી બી એલ સંતોષ 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. બી એલ સંતોષ ST મોરચાની કામગીરીની સમીક્ષા કરશે, તેમજ ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે માર્ગદર્શન આપશે. કેવડિયા ખાતે મળનારી બેઠકમાં ST મોરચાના આગામી કાર્યક્રમો અંગે ચર્ચા થશે

સંઘના નેતા બી એલ સંતોષની ગુજરાત મુલાકાત એક નહીં અનેક સૂચિતાર્થો બતાવી જાય છે. તેમણે ગુજરાત ભાજપની સ્થિતિની સમીક્ષા કરી ચૂંટણી સ્ટેટેજી નક્કી કરી છ મહિના સુધી વિસ્તારકોના પ્રવાસનું આયોજન કર્યું છે.

ગુજરાતમાં જ્યારે નેતૃત્વ પરિવર્તન થયું અને વિજય રૂપાણીના રાજીનામા પછી જે ઘટનાક્રમ સર્જાયો તેમાં બી એલ સંતોષની મોટી ભૂમિકા રહી છે. તેમના કહેવાથી હાઇકમાન્ડે રૂપાણી સરકારની કેબિનેટના તમામ સભ્યોને ઘરભેગા કરી દીધા હતા. એક પણ નેતાને નવી કેબિનેટમાં સમાવ્યા ન હતા. હવે ધારાસભ્યોના વિસ્તાર તેમજ તેમના પરફોર્મન્સના આધારે તેઓ ટિકીટ વિતરણની સ્ટેટેજી બનાવશે.

Back to top button