ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મોંઘવારીની ‘ગરમી’ વચ્ચે સરકારે આપી રાહતઃ પેટ્રોલ-ડીઝલમાં ઘટાડો, જાણો-શું કહ્યું નાણામંત્રી નિર્મલા સીતારમણે?

Text To Speech

નાણાંમંત્રી નિર્મલા સીતારમણની મોટી જાહેરાત
પેટ્રોલ પર લિટર દીઠ રૂપિયા 8 અને ડીઝલ પર રૂપિયા 6 એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો
આ સાથે પેટ્રોલ લિટર દીઠ રૂપિયા 9.5 અને ડીઝલ રૂપિયા 7 સસ્તુ થશે
ખાતર પર રૂપિયા 1.10 કરોડ સબિસિડી, જે ચાલુ વર્ષના બજેટમાં જાહેર કરાયેલ રૂપિયા 1.05 લાખ કરોડ ઉપરાંત છે.
ગેસ સિલિન્ડર દીઠ રૂપિયા 200 સબિસિડીનો લાભ
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના 9 કરોડ લાભાર્થીને મળશે
આયાત પર આધારિત પ્લાસ્ટીક પ્રોડક્ટ્સના રોમટેરિયલ અને ઈન્ટરમીડિયેટરીઝ પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો
સ્ટીલના રો મટેરિયલ પર ઈમપોર્ટ ડ્યુટી ઘટશે
કેટલીક સ્ટીલ પ્રોડક્ટ્સ પર એક્સાઈઝ ડ્યુટી લાદવામાં આવશે

નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને કહ્યું છે કે “જ્યારથી કેન્દ્રમાં પીએમ મોદીની સરકાર આવી છે, અમે ગરીબોના કલ્યાણ માટે કામ કરી રહ્યા છીએ. અમે ગરીબ અને મધ્યમ વર્ગની મદદ માટે કેટલાક પગલાં લીધાં છે. આનું પરિણામ એ આવ્યું છે કે અમારા કાર્યકાળ દરમિયાન સરેરાશ મોંઘવારી અગાઉની સરકાર કરતાં ઓછી રહી છે.” તેમણે કહ્યું છે કે દુનિયા આ સમયે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. જ્યારે વિશ્વ કોરોનામાંથી બહાર આવી રહ્યું હતું, ત્યારે યુક્રેન કટોકટી ઊભી થઈ, જેના કારણે સપ્લાય ચેઈન અને ઘણા માલસામાનની અછત સર્જાઈ. તેના ઘણા દેશોમાં ફુગાવો અને આર્થિક કટોકટી ઊભી થઈ છે.

ગેસ સિલિન્ડર પર સબિસિડી ફરી શરૂ
આ સાથે સરકારે ગેસ સિલિન્ડર પર રૂપિયા 200નો ઘટાડો જાહેર કર્યો છે, એટલે કે સરકાર હવે ગેસ સિલિન્ડર પર રૂપિયા 200 સબસિડી આપશે. નાણાં મંત્રીએ PM ઉજ્જવલા યોજના હેઠળના સિલેન્ડર પર આ વર્ષે રૂપિયા 200ની સબસિડી આપવાની જાહેરાત કરી છે. આ સાથે એક પરિવારે વર્ષમાં 12 સિલેન્ડર મળશે. તેનાથી દેશમાં 9 કરોડ પરિવારને લાભ મળશે.

પ્લાસ્ટિક અને સ્ટીલ પ્રોડક્ટ્સ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો
નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે જ્યાં આપણી આયાત નિર્ભરતા વધારે છે ત્યા અમે પ્લાસ્ટિક પ્રોડક્ટ્ માટે રોમટેરિયલ તથા ઈન્ટરમીડિયેટ્સ પર એક્સાઈસ ડ્યુટી પણ ઓછી કરી રહ્યા છીએ. આ ઉપરાંત સ્ટીલના કેટલાક રોમટેરિયલ પર એક્સાઈઝ ડ્યુટીમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

કૉંગ્રેસના સરકાર પર પ્રહાર
સરકાર દ્વારા ઈંધણના ભાવમાં કરવામાં આવેલા ઘટાડા અંગે કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે સરકારે છેલ્લા 60
દિવસમાં પેટ્રોલની કિંમતમાં રૂપિયા 10નો વધારો કર્યો છે અને હવે તે રૂપિયા 9.50નો ઘટાડો કરી રહી છે. જ્યારે ડીઝલમાં પણ 60 દિવસમાં રૂપિયા 10નો વધારો કર્યો અને હવે રૂપિયા 7નો ઘટાડો કરી રહી છે. સરકાર લોકોને મૂર્ખ બનાવી રહી છે.

Back to top button