Petrol-Diesel Price Hike: દેશભરમાં ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો નવા રેટ
Petrol-Diesel Price Hike: મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ વચ્ચે દેશની સામાન્ય જનતાને વધુ એક મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જાહેર કર્યો છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 0.90 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં આ બીજી વખત ભાવવધારો થયો છે, જેના કારણે કુલ વધારો હવે રૂ. 3.90 પ્રતિ લિટર સુધી પહોંચી ગયો છે.
આ પહેલા 15 મેના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 3નો વધારો કરવામાં આવ્યો હતો. સતત વધતા ભાવોને કારણે સામાન્ય લોકોના ખિસ્સા પર સીધી અસર પડી રહી છે. ખાસ કરીને રોજિંદા વાહન વ્યવહાર કરતા લોકો અને ટ્રાન્સપોર્ટ સેક્ટરને મોટો ફટકો પડ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHm
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચતા ઓઈલ કંપનીઓ પર ભારે આર્થિક દબાણ સર્જાયું છે. કંપનીઓને દરરોજ અંદાજે 1000થી 1200 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હતું. જોકે અગાઉ કંપનીઓએ આ ભાર પોતે સહન કર્યો હતો, પરંતુ હવે વધતી કિંમતોનો બોજ ગ્રાહકો પર નાખવામાં આવી રહ્યો છે.
નવી કિંમતો મુજબ હવે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ. 98.64 પ્રતિ લિટર અને ડીઝલ રૂ. 91.58 પ્રતિ લિટર થયો છે. મુંબઈમાં પેટ્રોલ રૂ. 107.59 અને ડીઝલ રૂ. 94.08 પ્રતિ લિટર પહોંચી ગયું છે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ રૂ. 109.70 અને ડીઝલ રૂ. 96.07 થયો છે. જ્યારે ચેન્નઈમાં પેટ્રોલ રૂ. 104.49 અને ડીઝલ રૂ. 96.11 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.
ઇંધણના વધતા ભાવોને કારણે આવનારા દિવસોમાં પરિવહન ખર્ચ અને દૈનિક વપરાશની ચીજવસ્તુઓ પણ મોંઘી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Horoscope 19th May: આ રાશિના લોકો નાણાકીય નિર્ણયો સાવધાની પૂર્વક લે, જુઓ આજનું રાશિ ભવિષ્ય












