અમદાવાદ, 14 માર્ચ 2024, ગુજરાતમાં રોડ પર સ્ટંટ કરતા નબીરાઓ કાયદો અને વ્યવસ્થાને જાણો ઘોળીને પી ગયા હોય એમ વારંવાર સોશિયલ મીડિયા પર સ્ટંટના વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. પોલીસ પણ આવા નબીરાઓને પકડીને કાયદાનું ભાન કરાવે છે પરંતુ સ્ટંટ કરનારા હજી બંધ નથી થતાં. અમદાવાદમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે રોડ પર લોકોના જીવ જોખમમાં મુકીને વાહન ચલાવતા ત્રણ નબીરાઓની પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી છે.
નબીરાઓનો વીડિયો વાઇરલ થયો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના મીઠાખળી અંડર બ્રિજમાં 10 માર્ચે રાતના દસ વાગ્યાની આસપાસ ટૂ-વ્હીલર વડે સ્ટંટ કરી લોકોના જીવ જોખમમાં મૂકતા નબીરાઓનો વીડિયો વાઇરલ થયો હતો. નબીરાઓ સ્ટંટ કરીને રોડ પર તણખા કરી રહ્યા હતા.વાઇરલ વીડિયો અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે વાહનના નંબરના આધારે ફૈઝ શહીદ કુરેશી, મોહમ્મદ સમીર મોહન અસલમ અને નૂર મોહમ્મદ કુરેશીની ધરપકડ કરી છે. આરોપીઓ તેમના અલગ અલગ ટૂ-વ્હીલર વડે સ્ટંટ કરી રહ્યા હતા. જે બદલ પોલીસે વાહન જપ્ત કરી ધરપકડ કરી છે.
આરોપી વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે લાયસન્સ જમા કર્યું
પોલીસ તપાસમાં ગાડી અસારવાના ભોગીલાલની ચાલીમાં રહેતા અજીતસિંહ કિશોરસિંહ રાઠોડની હોવાનું સામે આવ્યું હતું. જેથી, પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે લાયસન્સ જમા કર્યું છે અને લાયસન્સ રદ કરવા RTOને રિપોર્ટ કર્યો છે. આરોપીના પિતા અગાઉ બુટલેગર હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે સામાન્ય નાગરિકોને પણ અપીલ કરી છે કે, ભયજનક અને વાહન ચલાવતા સ્ટંટ કરતા વ્યક્તિઓની જાણકારી પોલીસે સોંપે જેથી પોલીસ કાર્યવાહી કરી શકે.
આ પણ વાંચોઃગુજરાતમાં CAAના અમલ માટે સરકાર કટિબદ્ધઃ પોલીસે કાર્યવાહી શરૂ કરી