ટ્રેન્ડિંગનેશનલ

ખુલ્લેઆમ રોમાન્સ કરતાં કપલનો વીડિયો જોઈને લોકો થયા નારાજ

Text To Speech

મુંબઈ (મહારાષ્ટ્ર), 15 જાન્યુઆરી: મુંબઈના રસ્તા પર સ્કૂટી પર સવાર એક કપલ ખુલ્લેઆમ રોમાન્સ કરતા જોવા મળ્યા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોતા કેટલાક લોકો ભડકી ઉઠ્યા છે. આ ક્લિપ એક શખ્સે બાન્દ્રાના રિક્લેમેશન એરિયામાં રેકોર્ડ કરી છે. આ વીડિયોને X પર Bandra Buzzએ અપલોડ કર્યો છે. આમાં એક યુવક સ્કૂટી ચલાવી રહ્યો છે અને તેના ઉપર તેની પ્રેમિકા બેસી છે. બંને એકબીજાને ચૂસ્તપણે ભેટી રહ્યા છે. જો કે, આટલા વ્યસ્ત રોડ પર બંનેમાંથી એકેય હેલ્મેટ પહેર્યો નથી.

સોશિયલ મીડિયા પર કપલનો વીડિયો વાયરલ

આ વાયરલ થઈ રહેલા વીડિયો વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવતી તેના પાર્ટનરના ખોળામાં કોઈપણ ડર વિના બેઠેલી છે અને યુવક સ્કૂટી ચલાવી રહ્યો છે. તેમજ યુવતી તેના પ્રેમીને વિરૂદ્ધ દિશામાં ગળે લગાડતી જોવા મળે છે. એટલું જ નહીં, યુવતી ખુદને અને તેના પાર્ટનરને શાલ ઓઢાડી રહી છે. જો કે, બંને જણા કોઈપણ ભય કે સલામતી વિના જાહેરમાં આવી હરકતો કરી રહ્યા હતા.

અશ્લીલ હરકતો માટે લોકોએ બંનેની ટીકા કરી

આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ છે, ઘણા લોકો તેમના બેજવાબદાર અને અશ્લીલ હરકતો માટે બંનેની ટીકા કરી રહ્યા છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે આ કપલ બાંદ્રા રિક્લેમેશનમાં તેમના સ્કૂટર પર બધાનું ધ્યાન ખેંચતું જોવા મળ્યું હતું. @MumbaiPolice અમે આ તરફ તમારું ધ્યાન દોરવા માંગીએ છીએ જેથી રસ્તા પર દરેક વ્યક્તિની સલામતી સુનિશ્ચિત થાય. મુંબઈ ટ્રાફિક પોલીસને આ કપલ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.

લોકોએ કડક કાર્યવાહી લોકોએ માંગ કરી

આ વીડિયો પર ઘણા લોકોએ કમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું, “આ હિંમત નથી, આ અત્યંત મૂર્ખતા છે.” તો બીજા એકે લખ્યું કે, “મને એવી કોઈપણ એપ અંગે જણાવો જે ટ્રાફિકના ઉલ્લંઘન કરનારાઓની ફરિયાદોને ધ્યાનમાં લે છે.” અન્ય એક વ્યક્તિએ લખ્યું કે તેઓ આના દ્વારા ફક્ત અન્ય લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. તો ઘણા લોકોએ કડક કાર્યવાહી કરવાની પણ માંગણી કરી છે.

આ પણ વાંચો: VIDEO: રોષે ભરાયેલા પેસેન્જરે ફ્લાઇટમાં અનાઉસેમન્ટ કરતાં પાયલટને મુક્કો માર્યો

Back to top button