ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

VIDEO: રોષે ભરાયેલા પેસેન્જરે ફ્લાઇટમાં અનાઉસેમન્ટ કરતાં પાયલટને મુક્કો માર્યો

Text To Speech

નવી દિલ્હી, 15 જાન્યુઆરી: ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ મોડી પડતાં એક પેસેન્જરે ફ્લાઇટના પાઈલટને મુક્કો માર્યો હતો. આ ઘટનાથી સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ઈન્ડિગો ફ્લાઇટમાં સવાર એક મુસાફરે પ્લેનના કેપ્ટનને મુક્કો માર્યો જ્યારે તે ફ્લાઇટમાં વિલંબ અંગે અનાઉસમેન્ટ કરી રહ્યો હતો. આ વીડિયો સર્ક્યુલેટ થતાં પેસેન્જર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ફ્લાઇટ અંગે સમયસર જાહેરાત ન થવાને કારણે મુસાફરો ગુસ્સે ભરાયા હતા.

પેસેન્જર વિરૂદ્ધ કેસ દાખલ કરાયો

આ ઘટના રવિવારે સાંજે 7 વાગે બની હતી. ઈન્ડિગો એરલાઈનની આ ફ્લાઇટ 6E 2175 દિલ્હીથી ગોવા જઈ રહી હતી. આરોપીની ઓળખ સાહિલ કટારિયા તરીકે થઈ છે. આ ઘટના બાદ એરપોર્ટ ઓથોરિટીએ આ મુસાફરને ફ્લાઇટમાંથી ઉતારીને CISFને સોંપી દીધો હતો. આ પછી દિલ્હી પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. વીડિયો વાયરલ થયા પછી, કેટલાક લોકોએ મુસાફરોની સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું, કારણ કે છેલ્લા કેટલાક દિવસોમાં ઇન્ડિગોની ફ્લાઇટ રદ, ફ્લાઇટમાં વિલંબ અને નિયમોનું પાલન ન થવાની ઘણી ફરિયાદો સામે આવી છે.

મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેપ્ટન વિલંબ પર જાહેરાત કરી રહ્યા છે, તે દરમિયાન અચાનક પીળા રંગની હૂડી પહેરેલો એક શખ્સ કેપ્ટન તરફ દોડે છે અને તેના મોઢા પર થપ્પડ મારી દે છે. કેપ્ટનની નજીક ઉભેલી ફ્લાઇટ એટેન્ડન્ટ તરત જ તેના બચાવમાં આવે છે અને કેપ્ટનની સામે ઉભા રહીને પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ સ્કાય બ્લૂ હૂડી પહેરેલો અન્ય એક શખ્સ આરોપીને પાછો લઈ જાય છે. વાયરલ વીડિયોમાં ફ્લાઈટ એટેન્ડન્ટ કેપ્ટનનો બચાવ કરતાં કહે છે કે, સર તમે આવું વર્તન કરી શકતા નથી. ઘણા મુસાફરોએ આરોપીના વર્તનને યોગ્ય ઠેરવતા વિલંબ માટે ઈન્ડિગોને જવાબદાર ઠેરવ્યું હતું.

આ પણ વાંચો: હિંદુત્વનો ઈતિહાસ દેશનો ઈતિહાસ – નીતિન ગડકરી

Back to top button