ગુજરાત

બે વર્ષમાં GUVNL દ્વારા વીજ કંપનીઓને બબ્બે હાથે ચૂકવણી

Text To Speech

રાજ્ય સરકારે વીજળી ખરીદ્યા વિના 24,514 કરોડ ફિક્સ કોસ્ટ ચૂકવી છે. જેમાં બે વર્ષમાં GUVNL દ્વારા વીજ કંપનીઓને બબ્બે હાથે ચૂકવણી કરી છે. તેમાં સૌથી વધુ 10,814 કરોડ ફિક્સ કોસ્ટ NTPCને અને બીજા નંબરે જીસેકને 6,770 કરોડ ચૂકવાઈ છે. જીયુવીએનએલ એ પ્રમાણે વીજળીના ખરીદે તો જે તે કંપનીને એણે ફિકસ્ડ કોસ્ટ ચૂકવવી પડે છે.

આ પણ વાંચો: પેપરની બ્લુપ્રિન્ટની ઉપેક્ષા અને કોર્સ બહારના સવાલોને લઈને વાલીમા ભારે રોષ

એનટીપીસીને બે વર્ષમાં સૌથી વધારે રૂ.10,814 કરોડ ફિકસ્ડ કોસ્ટ ચૂકવાઈ

ગુજરાત સરકારની કંપની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ-જીયુવીએનએલએ વીજળી કંપનીઓ સાથે કરેલા પાવર પરચેઝ એગ્રિમેન્ટ મુજબ તેમના દ્વારા ઉત્પાદિત વીજળી ખરીદવી પડે છે, જો જીયુવીએનએલ એ પ્રમાણે વીજળી ના ખરીદે તો જે તે કંપનીને એણે ફિકસ્ડ કોસ્ટ ચૂકવવી પડે છે. એવી જ ‘જર્ક’ના મેરિટ ઓર્ડર પ્રમાણે જીયુવીએનએલએ સસ્તી વીજળી પહેલાં ખરીદવી પડે છે અને મોંઘી વીજળી ના ખરીદાય તો પણ ફિકસ્ડ કોસ્ટ ચૂકવવી પડે છે. છેલ્લા બે વર્ષમાં વીજળી ખરીદ્યા વિના જીયુવીએનએલએ તોતિંગ રૂ.24,514 કરોડની રકમ ફિકસ્ડ કોસ્ટ પેટે ચૂકવી છે. આમાં કેન્દ્ર સરકારની કંપની એનટીપીસીને બે વર્ષમાં સૌથી વધારે રૂ.10,814 કરોડ ફિકસ્ડ કોસ્ટ ચૂકવાઈ છે.

આ પણ વાંચો: સુરત: લો બોલો, યુવતીએ સગીરને પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યું 

જીસેકને બે વર્ષમાં રૂ.6,770 કરોડ ચૂકવાયા

આ કેન્દ્ર સરકારની કંપનીનું 645 મેગાવોટ ક્ષમતાનું ગાંધાર ગેસ આધારિત પાવર સ્ટેશન તથા 648 મેગાવોટનું કવાસ ગેસ આધારિત વીજમથક આયાતી ગેસના અભાવે બંધ હાલતમાં હોય જીયુવીએનએલના પીપીએ મુજબ અનુક્રમે 237 મેગાવોટ અને 187 મેગાવોટના હિસ્સા પેટે એને ફિકસ્ડ કોસ્ટ ચૂકવવી પડે છે. જ્યારે બીજા નંબરે ફિકસ્ડ કોસ્ટ ગુજરાત સરકારની કંપની ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિકસિટી કોર્પોરેશન લિમિટેડ-જીસેકને બે વર્ષમાં રૂ.6,770 કરોડ ચૂકવાયા છે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારના એક પરિપત્રને લીધે ઉદ્યોગકારોની ઉંઘ ઉડી ગઇ

ઊર્જામંત્રીએ વિધાનસભામાં આ બધી વિગતો આપી

આમાં જીસેકના ગેસ આધારિત ઘણા સમયથી ઠપ એવા પાવર મથકો માટે રૂ.486 કરોડ ફિકસ્ડ કોસ્ટ ચૂકવાઈ છે. બે વર્ષમાં અદાણી જૂથની કંપનીઓ અદાણી પાવર મુન્દ્રા લિમિટેડને રૂ.1,919 કરોડ તથા અદાણી એન્ટરપ્રાઇસીસ લિમિટેડને રૂ.615 કરોડ ફિકસ્ડ કોસ્ટ ચૂકવાઈ છે. જ્યારે બે વર્ષમાં તાતા જૂથની કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડને રૂ.1,517 કરોડ તથા તાતા પાવર ટ્રેડિંગ કંપની લિમિટેડને રૂ.273 કરોડ ફિકસ્ડ કોસ્ટ ચૂકવાઈ છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પૂછેલા પ્રશ્નના લેખિત ઉત્તરમાં ઊર્જામંત્રીએ વિધાનસભામાં આ બધી વિગતો આપી હતી.

Back to top button