UPSCમાં 239મો રેન્ક મેળવનારા પવનકુમારની સંઘર્ષભરી કહાની જાણો
- પવનકુમારે 24 વર્ષે સફલતા પ્રાપ્ત કરી
- ઘરમાં આજે પણ થાય છે ચુલા પર રસોઈ
- ત્રીજા પ્રયાસે 239માં રેન્ક મેળવ્યો
ઉત્તર પ્રદેશ, 17એપ્રિલ: યુપીના બુલંદશહેરમાં એક પરિવાર રહે છે જેઓ મજુરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. છાણા અને લાકડા બાળીને ચૂલામાં રસોઈ બનાવે છે. ઉજ્જવલા યોજનાનો ગેસ સિલિન્ડર તો છે પણ ભરાવવાના પૈસા નથી. તાડપત્રીની છતમાં એકસાથે રહે છે. આટઆટલી પારાવાર મુશ્કેલી છતાં પવનનું ફોક્સ તો ભણવામાં હતું. નવોદય સ્કુલમાં ભણતા પવનને તેનો પરિવાર મજુરી કરીને પૈસા મોકલાવતા હતા. પણ એક માત્ર લક્ષ્યને સાધવા અગવડતાઓને પણ અવગણીને પવને યુપીએસસીમાં 239મો રેન્ક સાથે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. પવનની સફળતાની આજે જ્યારે ચર્ચા ચારેકોર થઈ રહી છે, ત્યારે જાણો પવનની કહાની.
પવનનો પરિવાર
પવનના પિતા મુકેશકુમાર ગામમાં એક ખેડુત છે, માતા ગૃહીણી છે અને ત્રણ બહેનોમાં સૌથી મોટી બહેન ગોલ્ડી બી.એ.ની કર્યા પછી એક પ્રાઈવેટ સ્કુલમાં ભણાવે છે. બીજા નંબરની બહેન સૃષ્ટિ હાલમાં બી.એે. કરી રહી છે અને સૌથી નાની સોનિયા 12માં ધોરણમાં છે. પવનના પિતા મુકેશકુમારનું કહેવું છે કે, પવનને એન્ડ્રોઈડ ફોનની જરૂર હતી ત્યારે ઘરના લોકોએ મજુરી કરીને તેના માટે પૈસા ભેગા કર્યા ત્યારે જઈને એક વર્ષ પહેલા 3200 રુપિયાનો સેકન્ડ હેન્ડ ફોન પવનને મળ્યો હતો.
આઈએએસે પવનની મહેનતને બિરદાવી
યુપીએસસીમાં 239માં રેન્ક હાંસલ કરનારા પવનકુમારની મહેનતના લોકો ભરપુર વખાણ કરી રહ્યા છે. જેમાં 2009 છત્તીસગઢ કૈડરના IAS અવીનાશ શરણે પણ પવનકુમારની મહેનતને બિરદાવતા તેના ઘરનો એક વીડિયો પોતાના એક્સ એકાઉન્ટમાંથી શેર કર્યો હતો સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘ પવનનું ઘર. જેમણે સિવિલ સેવા પરિક્ષામાં 239મોં રેન્ક પ્રાપ્ત કર્યો છે. મહેનતી લોકો પોતાનું ભવિષ્ય જાતે જ ઘડે છે.’
पवन का घर. इन्होंने सिविल सेवा परीक्षा में में 239वीं रैंक पायी है.
मेहनती लोग अपना भविष्य ख़ुद लिखते हैं.❤️ pic.twitter.com/4yJeZ11tyy— Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) April 16, 2024
પવને કેવી રીતે સાધ્યું લક્ષ્ય
પવનના પિતા જણાવે છે કે 1 થી 8 ધોરણ પોતાના નાના ઘરે રહીને ભણ્યો, પણ એ દરમિયાન તે સતત પોતાના ઘરે આવતો રહેતો. 9 થી 12નું ભણતર જનપદના બુકલાના ગામમાં આવેલી નવોદય વિદ્યાલયમાંથી પુરુ કર્યું. જ્યારે બેચલર અલાહાબાદ યુનિવર્સિટીમાં જિયોગ્રાફી પોલિટિકલમાં કર્યું. ત્યાર પછી દીલ્હીના મુખર્જીનગરમાં એક પ્રાઈવેટ કોચિંગ સેન્ટરમાંથી ટ્રેનિંગ લીધી અને ત્રીજા પ્રયાસે સફલતા પ્રાપ્ત કરી.
પરિવારને મિઠાઈ ખવડાવવા લોકોની લાગી લાઈન
વિકાસખંડ વિસ્તારના રઘુનાથપુર ગામના પવન કુમારે યુપીએસસી 2023માં 239મો રેન્ક હાંસલ કરીને પોતાના પરિવારની સાથે સમગ્ર વિસ્તારનું નામ રોશન કરી રહ્યું છે. પરિવારમાં ઉત્સવ જેવો માહોલ છે. પવનકુમાર પર આજે તેના પરિવારને ગર્વ છે. આ સફળતામાં પવનની ધગશ,મહેનતની સાથે તેના પરિવારે પણે તેટલો જ ભોગ આપ્યો છે. તેના ભાઈએ પણ પવનને લક્ષ્ય સાધવામાં ઘણી મદદ કરી હતી. પવનની માં પણ ખુશખુશાલ જોવા મળી રહી છે. આ સાથે આ વાત સાંભળીને આખુ ગામ ખુશીથી ઝુમી ઉઠ્યું હતું. પરીણામ જાહેર થતાં જ પવનના ઘરે મોડી રાત સુધી લોકો મીઠાઈ ખવડાવવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો.
આ પણ વાંચો: એવા લોકોએ UPSCની પરીક્ષા ન આપવી જોઇએઃ ટૉપ કર્યા પછી આદિત્ય શ્રીવાસ્તવનો પ્રતિભાવ