ગુજરાત વિધાનસભામાં આજથી બે દિવસ માટે સંસદીય કાર્યશાળાનો પ્રારંભ
ચુંટાયેલા જનપ્રતિનિધિઓ સંસદીય કાર્યપ્રણાલીના નિયમોથી માહિતગાર થાય તે આશયથી ગુજરાત વિધાનસભા દ્વારા આજથી 16મી ફેબ્રુઆરી સુધી બે દિવસીય “સંસદીય કાર્યશાળા”નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભામાં આજે સવારે 11 કલાકે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના હસ્તે સંસદીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જ્યારે તા. 16મી ફેબ્રુઆરીના રોજ સાંજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં સંસદીય કાર્યશાળાનું સમાપન થશે.
આ પણ વાંચો : અદાણીના 2010 માં અટકેલાં પ્રોજેક્ટની શરૂઆત 2014થી કેવી રીતે થઈ? જાણો સમગ્ર વિગત
આ સંસદીય કાર્યશાળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અતિથી વિશેષ પદે યોજાઈ હતી. સંસદીય કાર્યશાળાના આયોજન ની વિગતો આપતા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે,બે દિવસીય આ સંસદીય કાર્યશાળામાં 10થી વધુ વિષયો પર વિવિધ સત્ર યોજાશે.
આ પણ વાંચો : BBCની ઓફિસમાં આખરે 24 કલાક પછી શું ચાલી રહ્યું છે ? અધિકારીઓને આવ્યો મહત્વનો Mail
સ્ટ્રેસ મેનેજમેન્ટ, સુદ્રઢ લોકશાહી માટે બંધારણીય સંસ્થાઓની ભૂમિકા,સંસદીય વિશેષાધિકારો અને નીતિમત્તાના ધોરણે, G-20માં ભારતનું પ્રમુખ સ્થાન, સંસદીય પ્રશ્નો અને તાકીદની જાહેર અગત્યની બાબતો પર ચર્ચા ઉપસ્થિત કરવાની નિયમ હેઠળની પદ્ધતિઓ, કારોબારી તંત્ર પર વિધાનસભાની સમિતિઓનો સંસદીય અંકુશ, વિધાનસભામાં નાણાકીય કામકાજ, વિધાનસભામાં કાયદો ઘડવાની પ્રક્રિયા જેવા વિવિધ વિષયોને આવરી લેવાશે. આ તમામ વિષયો પર સંસદના નિષ્ણાંતો, તજજ્ઞો તેમજ વિવિધ વિષયના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાશે.
આ પણ વાંચો : શાળાઓમાં ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડવામાં ગુજરાતે મેળવ્યું આ સ્થાન !
ગુજરાત વિધાનસભા ખાતે યોજાનાર આ બે દિવસીય સંસદીય કાર્યશાળામાં ચૂંટાયેલા તમામ પક્ષના ધારાસભ્યો, સંસદસભ્યો, પૂર્વ અધ્યક્ષો, પૂર્વ મુખ્યમંત્રીઓ, પૂર્વ નાયબ મુખ્યમંત્રીઓ સહિત બુદ્ધિષ્ઠ નાગરિકો સહભાગી બન્યા હતા.