
- પશ્ચિમ બંગાળમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
- આરોપી માતા અને અન્ય એક મહિલાની ધરપકડ
- ફરાર આરોપી પિતાની પોલીસ દ્વારા શોધખોળ
હાલ સોશિયલ મીડિયાનો ક્રેઝ વધતો જોવા મળી રહ્યો છે. થોડીક લાઈક, અને ફોલોઅર્સ માટે લોકો કંઈપણ કરવા તૈયાર થતા જોવા મળી રહ્યા છે. જેનો એક જીવતો જાગતો નમૂનો સામે આવ્યો છે.પશ્ચિમ બંગાળમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.અહીંના એક દંપત્તિ કપલને કથિત રીતે ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવાનો એટલો શોખ હતો કે, તેણે પોતાના 8 મહિનાના બાળકને વેચી દીધું.
iPhone 14 ખરીદવા દિકરો વેચ્યો
પ્રાપ્ત વિગતો અનુસાર,દંપતી પાસે પૈસા ન હતા અને તેઓ રીલ્સ બનાવવા માટે iPhone 14 ખરીદવા માંગતા હતા, તેથી તેઓએ પોતાના જ બાળકને વેચી દીધું. આ સમગ્ર મામલો ઉત્તર 24 પરગણા જિલ્લાનો છે. પોલીસે બાળકને કબજે કરી તેની માતાની ધરપકડ કરી લીધી છે. આ અંગે પોલીસનું કહેવું છે કે, બાળકને વેચ્યા બાદ માતા-પિતા રીલ બનાવતા હતા.પોલીસે બાળકની માતા પ્રિયંકા ઘોષ અને બાળકને ખરીદનાર મહિલાની ધરપકડ કરી છે. જો કે બાળકના પિતા જયદેવ હજુ ફરાર છે. પોલીસનું કહેવું છે કે, ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સોશિયલ મીડિયા પર પણ લોકો કપલ પર ગુસ્સો દર્શાવી રહ્યા છે અને વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે.
આ પણ વાંચો : અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓનો ઘસારો,અત્યારસુધી 3 લાખથી વધુ ભક્તોએ દર્શન કરતા ગત વર્ષનો રેકોર્ડ તૂટ્યો
કેવી રીતે ઘટસ્ફોટ થયો
પડોશીઓએ જોયું કે, આ દંપત્તિનું વર્તન થોડું બદલાઈ ગયું છે.તેમના 8 મહિનાનું બાળક ક્યાંય દેખાયું નહીં.અને દંપતી પાસે આઈફોન જોવા મળ્યો હતો. જેથી આવી સ્થિતિમાં શંકાના આધારે કોઈએ પોલીસને જાણ કરી કે, જે ઘરમાં પૈસાની એટલા તંગી છે કે તેના ખોરાક વિશે વિચારવું પડશે. તેને અચાનક આટલો મોંઘો આઇફોન કેવી રીતે મળ્યો? આ અંગે કોઈએ પોલીસને જાણ કરી હતી.
માતાએ ગુનો કબુલ્યો
પોલીસે આ મામલે તપાસ કરી અને માતાને બાળક ક્યાં છે તે પૂછ્યું તો દંપતિએ શરૂઆતમાં પોલીસને ગેરમાર્ગે દોરી. પરંતુ પોલીસની સખ્તાઈ સામે તે ભાંગી પડી અને પોતાનો ગુનો કબૂલી લીધો. મહિલાએ જણાવ્યું કે, તેણે પોતાનો બાળકને વેચીને તે પૈસાથી આ આઈફોન ખરીદ્યો છે અને તે પૈસાનો ઉપયોગ પશ્ચિમ બંગાળમાં અલગ-અલગ જગ્યાએ ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવા માટે કર્યો છે.આ પહેલા પિતાએ પોતાની 7 વર્ષની પુત્રીને પણ વેચવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : સેમિકોન ઈન્ડિયા કોન્ફરન્સમાં PM મોદીએ કરી મોટી જાહેરાત