વર્લ્ડ

યુક્રેન સામેના યુદ્ધ વચ્ચે પુતિનનું મોટું ફરમાન,અધિકારીઓના iPhoneના ઉપયોગ પર પ્રતિબંધ

Text To Speech

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સરકાર તરફથી આગામી વર્ષની રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારી કરી રહેલા અધિકારીઓને iPhonesનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે.

iPhone વાપરવા પર પ્રતિબંધ

યુક્રેન સામેના યુદ્ધની વચ્ચે રશિયાની પુતિન સરકારે તેના કેટલાક કર્મચારીઓને માર્ચના અંત સુધીમાં iPhonesનો ઉપયોગ બંધ કરવાની સૂચના આપી છે. અને અહેવાલો મુજબ એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે આ ફોન અસુરક્ષિત છે અને તેમના ઉપયોગથી પશ્ચિમી ગુપ્તચર એજન્સીઓ સુધી માહિતી પહોંચી શકે છે. જેથી તમામ અધિકારીઓને આગામી મહિના પહેલા તેમના ફોન બદલવાની સૂચના આપવામાં આવી છે.

1 એપ્રિલ સુધી આઈફોન બદલવા આદેશ

એક રશિયન અખબાર અનુસાર, રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી રાજકીય ગતિવિધિઓ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓને 1 એપ્રિલ સુધીમાં તેમના ફોન બદલવા માટે કહ્યું છે. મીટિંગમાં હાજરી આપનાર એક અધિકારીએ જણાવ્યું હતું કે, “આઇફોન ન વાપરવાનો આદેશ આપતા, અમારે કાં તો તેને ફેંકી દેવો પડશે અથવા બાળકોને આપવા પડશે,દરેકને અંત સુધીમાં આ કામ કરવાનું છે.”

વ્લાદિમીર પુતિન-humdekhengenews

કાર્યાલયના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ આપી જાણકારી

રાષ્ટ્રપતિ કાર્યાલયના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ અહેવાલની પુષ્ટિ કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે, તેણે કહ્યું કે સ્માર્ટફોનનો ઉપયોગ સત્તાવાર કામ માટે ન કરવો જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાષ્ટ્રપતિ પુતિન પાસે પણ સ્માર્ટફોન નથી, પરંતુ યુક્રેન યુદ્ધ બાદથી તેઓ સમયાંતરે ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. પેસ્કોવે કહ્યું કે ફોનની ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ હોય કે iOS તેનાથી કોઇ ફરક પડતો નથી.

આઇફોનને બદલે નવા ફોન અપાશે

અહેવાલો અનુસાર, આઇફોનને બદલે અધિકારીઓને અલગ-અલગ ઓપરેટિંગ સિસ્ટમવાળા ફોન આપવામાં આવશે. રશિયન અખબાર અનુસાર 1 એપ્રિલ સુધીમાં તમામ ચૂંટણી અધિકારીઓના આઈફોન જપ્ત કરવા માટે કહેવામાં આવ્યું છે, ત્યારે Appleએ હજી સુધી iPhoneના ઉપયોગ પર પ્રતિબંધ અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી અથવા નિવેદન જારી કર્યું નથી.

આ પણ વાંચો : BJP MLA પર મોટી કાર્યવાહી, દિલ્હી વિધાનસભામાંથી એક વર્ષ માટે સસ્પેન્ડ, જાણો કારણ

Back to top button