વર્ષ 2016થી સરકારી ભરતીઓમાં પેપરલિકેજ અને નોકરી વેચાણના સોદા: યુવરાજસિંહ જાડેજા
પેપરલીક કાંડમાં IAS સાથેની મિલીભગતથી મોટાભાગના આરોપીનો સતત બચાવ થતો રહ્યો છે. જેમાં કનેક્શનના પુરાવા CM, ગૃહમંત્રી, PMOને સોંપ્યાનો યુવરાજનો દાવો છે. મેડિકલમાં એડમિશન, સેન્ટ્રલ એક્ઝામમાં પણ સેટિંગ કરી આપતા હતા તેવા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપો કર્યા છે. તેમજ રવિવારની પરીક્ષાનું પેપર ફુટ્યું અને ATSએ તેના ફોડનારાને પકડયા પણ ખરા પણ તેમને યોગ્ય સજા નથી.
આ પણ વાંચો: ગુજરાતની પ્રથમ ફ્લાવર વેલી અમદાવાદમાં તૈયાર, જાણો સમગ્ર માહિતી
IAS ઓફિસરોના કનેક્શનના પુરાવા મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને PMOને સોંપ્યા હોવાનો દાવો કર્યો
પંચાયત સેવા પસંદગી બોર્ડની જૂનિયર ક્લાર્કના પેપરલીકેજકાંડમાં સામેલ આરોપીઓના છેડા ટોચના IAS ઓફિસરો સાથે જોડાયેલા હોવાનો આક્ષેપ યુવરાજસિંહ જાડેજાએ કહ્યુ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો સાથે ગુરૂવારે મિડિયા સમક્ષ આવેલા યુવરાજે સરકારી ભરતીઓમાં ચાલતા સેટિંગકાડમાં સામેલ આરોપીઓ અને IAS ઓફિસરોના કનેક્શનના પુરાવા મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને PMOને સોંપ્યા હોવાનો દાવો કર્યો હતો.
આ પણ વાંચો: સુરત: કામરેજના ભાજપના પૂર્વ MLA વી.ડી. ઝાલાવડિયાની મિલકત જપ્ત થશે
મહેનતુ ઉમેદવારોની મહેનત ઉપર પાણી
બાયડનો કેતન બારોટ ઉર્જા વિભાગની ઈજનેરોની ભરતી માટે લેવાયેલી ઓનલાઈન સ્પર્ધાત્મક પરીક્ષાના સેટિંગમાં સામેલ અવિનાશ પટેલ સંકળાયેલો છે. અવિનાશે પત્ની અને પરીવારના સભ્યોને ગેરરીતે પરીક્ષા પાસ કરાવી આપ્યાનો આરોપ મુકતા યુવરાજે કહ્યુ કે, અવિનાશના ગામમાં જ કેતન બારોટનુ મોસાળ હોવાથી આ બંને વર્ષોથી એકબીજાના સંપર્કમાં રહીને સરકારી ભરતી પ્રક્રિયાને દુષિત કરતા રહ્યા છે. મહેનતુ ઉમેદવારોની મહેનત ઉપર પાણી રેડતા રહ્યા છે.
વર્ષ 2016થી સરકારી ભરતીઓમાં પેપરલિકેજ અને નોકરીઓના વેચાણના સોદા
યુવરાજે કહ્યુ કે, વર્ષ 2016થી સરકારી ભરતીઓમાં પેપરલિકેજ અને નોકરીઓના વેચાણના સોદા થતા રહ્યા છે. તેની મોડસ ઓપરેન્ડીમાં ગુજરાત અને ગુજરાત બહાર સામેલ સુત્રધારો વગદારો સાથે જોડાયેલા છે. જૂનિયર ક્લાર્કની ભરતીના પેપરલીકકાંડમાં સામેલ મુળ બિહારનો પણ વડોદરામા રહેતો ભાસ્કર ચૌધરી તિહાડ જેલમાં હતો ત્યારે તેને IAS ઓફિસરો સાથે ઘરેબો ધરાવતા નિશીકાંતસિંહાએ જેલમુક્ત કરાવ્યો હતો. અમે પહેલાથી જ કહ્યુ હતુ કે રવિવારની પરીક્ષાનું પેપર ફુટશે અને ATSએ તેના ફોડનારાને પકડયા પણ ખરા. તેના 16 આરોપીઓના નામ જાહેર થયા છે તેમાંથી ત્રણ ભાસ્કર ચૌધરી, કેતન બારોટ અને હાર્દિક શર્મા જૂનિયર ક્લાર્ક જ નહિ તે અગાઉની અનેક પરીક્ષાના કૌભાંડ સાથે સીધા સંકળાયેલા છે. મેડિકલ એડમિશનથી લઈને અનેકવિધ કેન્દ્રીય ભરતી, સ્પર્ધાત્મક અને પ્રવેશ માટેની પરીક્ષાઓમાં સેટિંગ કરી આપવાના નામે ઉમેદવારો પાસેથી રૂપિયા ઉઘરાવ્યા છે.