ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

લો બોલો, હવે ચૂંટણી પહેલા એક નવો પક્ષ, વણઝારાનો નવો પક્ષ PVP

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. આ વખતની ગુજરાતની ચૂંટણીમાં ભાજપ સામે માત્ર કૉંગ્રેસ નહીં પણ આમ આદમી પાર્ટી પણ જોરદાર ટક્કર આપવા માટે તૈયાર છે. ત્યારે, પૂર્વ IPS ડીજી વણઝારે હવે પોતાના નવા પક્ષની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે.

ડીજી વણઝારાનો “પ્રજા વિજય પક્ષ”

પૂર્વ IPS ડીજી વણઝારાએ “પ્રજા વિજય પક્ષ”ની જાહેરાત કરી છે. ભય અને ભ્રષ્ટાચાર નાબૂદીના મુદ્દા સાથે નવો પક્ષ સ્થાપ્યો છે. પૂર્વ IPS ડીજી વણઝારાએ ધાર્મિક-સામાજીક આગેવાનોને સાથે રાખીને નવા પક્ષની જાહેરાત કરી છે.

પૂર્વ IPS ડીજી વણઝારાએ આ પ્રસંગે જણાવ્યું છે કે ‘નિર્ભય પ્રજા રાજ માટે નવા પક્ષની રચના’. વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં વધુ એક પક્ષની રચના કરવામાં આવી છે. પૂર્વ IPS ઓફિસર પ્રજા વિજય પક્ષની રચના કરી છે. ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેના થોડા સમય પહેલા નવા પક્ષની રચનાથી અનેક સવાલો ઉઠી રહ્યા છે.

ડીજી વણઝારાએ ટ્વીટ કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાંથી ભય અને ભ્રષ્ટાચારના સામ્રાજ્યનો અંત કરી “નિર્ભય પ્રજારાજ” ની સ્થાપના કરવા માટે નવા રાજકીય વિકલ્પ તરીકે “પ્રજા વિજય પક્ષ”ની વિધિવત ઘોષણા આવતી કાલે તા. 8-11-2022ના રોજ, હોટેલ પ્લેનેટ લેન્ડમાર્ક, ઇસ્કોન ચાર રસ્તા નજીક, આમલી રોડ, અમદાવાદ મુકામે કરવામાં આવશે. જય વિજય હો.

ડીજી વણઝારાએ ટ્વીટ કર્યુ હતુ કે 182 વિધાનસભા ક્ષેત્રોમાં સંતોને ચૂંટણી લડાવવા માટે “પ્રજા વિજય પક્ષ” કટિબદ્ધ છે. જેને ગુજરાતના સંતોના આશીર્વાદ પ્રાપ્ત છે. “પ્રજા વિજય પક્ષ” ધીમી પણ મક્કમ ગતિ એ રાજ્યના ચુનાવી મેદાનમાં આવી ગયો છે. જે જાહેર જીવનમાં નૈતિક મૂલ્યોની પુનઃ સ્થાપના કરી લોકોને નવો રાજકીય વિકલ્પ પૂરો પાડશે.

Back to top button