આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ખાલિસ્તાની આતંકી પન્નુ ભારતીય હાઈ કમિશનરની “નાગરિક ધરપકડ” કરવા માગે છે!

  • કેનેડાસ્થિત ભારતીય હાઈ કમિશનર સંજય વર્માની “નાગરિક ધરપકડ” માટે એક લાખ કેનેડિયન ડૉલરના રોકડ ઈનામની જાહેરાત કરી
  • આતંકી પન્નુએ સંજય વર્મા પર ખોટી રીતે એર ઈન્ડિયા માટે આતંકવાદી ખતરાનો ડર ફેલાવવાનો આરોપ મૂક્યો હતો

નવી દિલ્હી. પ્રતિબંધિત શીખ ફોર જસ્ટિસ (SFJ)ના સ્થાપક અને ખાલિસ્તાની (Khalistan) આતંકી ગુરપતવંત સિંહ પન્નુએ ફરી એકવાર કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. આ વખતે તેણે ભારતીય હાઈ કમિશનર સંજય વર્માની “નાગરિક ધરપકડ” (Citizen Arrest) માટે એક લાખ કેનેડિયન ડૉલરના રોકડ ઈનામની જાહેરાત કરી છે. ઈનામની જાહેરાત કરતી વખતે, પન્નુએ સંજય વર્મા પર ખોટી રીતે એર ઈન્ડિયા માટે આતંકવાદી ખતરાનો ડર ફેલાવવાનો આરોપ મૂક્યો હતો.

વાસ્તવમાં પન્નુએ (Pannu) તાજેતરમાં જ એક વીડિયો જાહેર કર્યો હતો અને 19 નવેમ્બરે અમદાવાદમાં યોજાનારી ICC વર્લ્ડ કપની ફાઈનલ દરમિયાન એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી ન કરવાની ચેતવણી આપી હતી. તેના વિડિયો પર થયેલા હોબાળા બાદ, કેનેડિયન સરકાર અને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે કહ્યું કે તેઓ સંભવિત આતંકવાદી ખતરા અંગે તપાસ કરી રહ્યા છે.

નાગરિક ધરપકડ શું છે ?

કેનેડાના ક્રિમિનલ કોડની કલમ 494 (1) માં ‘નાગરિકની ધરપકડ અને સ્વ-બચાવ અધિનિયમ’માં આ જોગવાઈઓ કરવામાં આવી છે.

(1) કોઈપણ વ્યક્તિ વોરંટ વિના અન્ય વ્યક્તિની ધરપકડ કરી શકે છે.

(a) કોઈપણ વ્યક્તિ જે અન્ય વ્યક્તિને ગુનો કરતાં નજરે જૂએ.

(b) એવી વ્યક્તિ કે જેને તે વાજબી આધારો પર માને કે – (i) તેણે ગુનાહિત કૃત્ય કર્યું છે તથા (ii) તે વ્યક્તિની ધરપકડ કરવાની કાયદેસરની સત્તા ધરાવતી વ્યક્તિઓ ભાગી રહી છે અથવા તેનો પીછો કરી રહી છે.

જો કે હવે પન્નુએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસમાંથી ધ્યાન હટાવવા માટે એર ઈન્ડિયા પર આતંકવાદી ધમકીનો ખોટો આરોપ લગાવવાનો વર્મા પર આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે, નિજ્જરની હત્યામાં ભારતીય હાઈ કમિશનની ભૂમિકા અંગે કેનેડાની તપાસને પાટા પરથી ઉતારવાના ઉદ્દેશ્યથી વર્મા બૉયકોટ એર ઈન્ડિયાને આતંકવાદી ધમકી સાથે જોડીને ખોટો પ્રચાર કરી રહ્યા છે અને કેનેડિયન શીખો વિરૂધ્ધ નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છે.

સપ્ટેમ્બર મહિનામાં કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ આ વર્ષે જૂનમાં કેનેડાના શહેર સરેમાં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત પર ગંભીર આરોપ લગાવ્યા હતા, ત્યારબાદ બંને દેશો વચ્ચેના સંબંધો વણસ્યા હતા.

આ પણ વાંચો, દિવાળીની રાત્રે સિંધુભવન રોડ પર નબીરાઓએ આતંક મચાવ્યો

Back to top button