ટ્રેન્ડિંગવર્લ્ડ

VIDEO: ઈસ્તંબુલ એરપોર્ટ પર મોટી દુર્ઘટના સર્જાઈ, બોઈંગ પ્લેન ક્રેશ થતાં રન-વે પર ઘસડાયું

Text To Speech

ઈસ્તુંબલ (તુર્કીયે), 08 મે 2024: તુર્કીયેના ઇસ્તંબુલ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી છે. એક કાર્ગો એરક્રાફ્ટનું ફ્રન્ટ લેન્ડિંગ ગિયર ફેલ થયા બાદ બુધવારે ઈસ્તંબુલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પરના એક વીડિયોમાં FedEx એક્સપ્રેસનું બોઇંગ 767 વિમાન લેન્ડિંગ કરતા પહેલા જ રનવે પર ઘસડાતું જોવા મળે છે. સદનસીબે કોઈ અકસ્માત થયો ન હતો. પ્લેન લેન્ડ થતાની સાથે જ ફાયર ફાઈટરની ટીમ દોડી આવી હતી.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, FedEx એક્સપ્રેસનું બોઇંગ 767 વિમાન લેન્ડિંગ કરી રહ્યું હતું. એકાએક પ્લેન રન-વે પર ઘસડાઈ જાય છે અને પ્લેનમાંથી આગ અને ધુમાડો નીકળી પડે છે. જો કે, આ પ્લેનમાં કેવી રીતે ખામી સર્જાય તે અંગે સત્તાવાળાઓએ તપાસ હાથ ધરી છે.

રાજ્ય સંચાલિત અનાદોલુ એજન્સીએ જણાવ્યું હતું કે વિમાન પેરિસથી ઇસ્તંબુલની તેની ફ્લાઇટના છેલ્લા તબક્કામાં હતું જ્યારે પાઇલટ્સને ખબર પડી કે આગળનું લેન્ડિંગ ગિયર ખુલવામાં નિષ્ફળ ગયું છે. તુર્કીયેના પરિવહન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રધાન અબ્દુલકાદિર ઉરાલોગ્લુએ જણાવ્યું હતું કે કોઈને ઈજા થઈ નથી અને ક્રૂએ પ્લેનને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું. આ ઉપરાંત,  કાર્ગો પ્લેન જ્યાં ઉતર્યું હતું તે રનવે હવાઈ ટ્રાફિક માટે અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ એરપોર્ટના અન્ય રનવે પર ટ્રાફિક કોઈપણ વિક્ષેપ વિના ચાલુ છે.

આ પણ વાંચો: VIDEO: અનોખા અંદાજમાં છોલે-કુલચા વેચી રહ્યા હતા યુવક-યુવતી, યુઝર્સ બોલ્યા- આ તો ઉર્ફીના સગા છે

Back to top button