પાલનપુર : ડીસામાં કોણ જીતશે? કોણ હારશે કાલે ફેંસલો


પાલનપુર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મત ગણતરીની પ્રક્રિયા કાલે હાથ ધરાનાર છે ત્યારે ડીસામાં મુખ્ય ચાર સહિત 11 ઉમેદવારોમાંથી કોણ જીતશે? કોણ હશે ધારાસભ્ય તેનો ફેસલો થશે. ડીસાની ગણતરી પાલનપુરના જગાણા ખાતે સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં થશે. ડીસા વિધાનસભાની ચૂંટણી માટે કુલ 11 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં કુલ 2.89 લાખ નોંધાયેલા મતદારોમાંથી 2.04 લાખ મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો.ડીસામાં કુલ 72.84% મતદાન નોંધાયું હતું .જે વર્ષ 2017ની ચૂંટણી કરતા સાડા ત્રણ ટકા વધુ મતદાન નોંધાયું હતું.
ડીસામાં ભાજપના ઉમેદવાર પ્રવીણ માળી, કોંગ્રેસના ઉમેદવાર સંજય રબારી, આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડૉ.રમેશ પટેલ તેમજ અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોર વચ્ચે મુખ્ય હરીફાઈ હતી .ત્યારે હવે કાલે મતગણતરી થશે ત્યારે કોણ બાજી મારી જશે તેનો ફેસલો થશે. ડીસા વિધાનસભાની મતગણતરી પાલનપુરના જગાણા ખાતે સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં થશે. સવારે આઠ વાગ્યે મત ગણતરી શરૂ થનાર હોય લગભગ 10 વાગ્યા સુધીમાં પરિણામનો અંદાજ આવી જશે. અને ફાઇનલ પરિણામ 12 વાગ્યા સુધીમાં આવી જવાની ધારણા છે.
આ પણ વાંચો : દિલ્હીમાં એક્ઝિટ પોલના આંકડા “અડધી ખુરશી” જેેટલા, ગુજરાત-હિમાચલમાં પણ ધબડકો થશે!