ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

દિલ્હીમાં એક્ઝિટ પોલના આંકડા “અડધી ખુરશી” જેેટલા, ગુજરાત-હિમાચલમાં પણ ધબડકો થશે!

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતીકાલે આવી જશે. જેમાં આજે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. તેમાં MCDમાં આમ આદમી પાર્ટીની જીત થઇ છે. જેમાં શરૂઆતના વલણમાં ભાજપ આમ આદમી પાર્ટીને ટક્કર આપી રહી હતી. પરંતુ જેમ-જેમ પરિણામ આવતા ગયા તેમ-તેમ પાછળ રહી ગઇ. એક્ઝિટ પોલ પ્રમાણે પરિણામો આવ્યા નથી જેવો દાવો કરવામાં આવી રહ્યો હતો.

આ પણ વાંચો: ચૂંટણી પરિણામ માટે એક્ઝિટ પોલના દાવા પાયાવિહોણા, કારણ જાણી રહેશો દંગ

આમ આદમી પાર્ટીને 134 બેઠકો મળી

MCDના 250 વોર્ડ પર મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને તેમાં આમ આદમી પાર્ટીને 134 બેઠકો મળી છે જ્યારે ભાજપને 104 અને કોંગ્રેસને 09બેઠકો મળી છે. તથા અપક્ષ ઉમેદવારને 03 બેઠકો જીતી છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી 2022ની મતગણતરી પહેલા જાહેર કરવામાં આવેલા એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને 150થી વધુ સીટો મળવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. લગભગ તમામ એક્ઝિટ પોલ એજન્સીઓએ દાવો કર્યો હતો કે AAP દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન પર કબજો જમાવી રહી છે અને પાર્ટી 150થી વધુ બેઠકો જીતી રહી છે.

વલણોથી પાર્ટી લગભગ 130 બેઠકોની આસપાસ ફરી

પરંતુ મત ગણતરીના પ્રારંભિક વલણોથી પાર્ટી લગભગ 130 બેઠકોની આસપાસ ફરી રહી હતી. બીજી તરફ જો ભાજપની વાત કરીએ તો એક્ઝિટ પોલના પરિણામોમાં ભાજપ આગળ હતી કારણ કે એક્ઝિટ પોલમાં ભાજપને માત્ર 70થી 80 બેઠકો મળી હતી. આ સિવાય કોંગ્રેસને પણ એક્ઝિટ પોલ અનુસાર માત્ર 6થી 7 સીટો મળી છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી 09 સીટો મળી છે. આવી સ્થિતિમાં, એક્ઝિટ પોલના દાવાઓ અહીં ફેલ થયા છે.

આ પણ વાંચો: જીજ્ઞેશ, હાર્દિક-અલ્પેશની ત્રીપુટી બેઠકો પર લાગ્યું “ગ્રહણ”, પરિણામ પર થશે ગંભીર અસર

જાણો દિલ્હીમાં એક્ઝિટ પોલ ફેલ

આજતક એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં ભાજપને 69થી 91 બેઠકો, આમ આદમી પાર્ટીને 149થી 171 બેઠકો અને કોંગ્રેસને 3થી 7 બેઠકો આપવામાં આવી હતી. ન્યૂઝ એક્સ જન કી બાતના એક્ઝિટ પોલમાં ભાજપને 70-92 બેઠકો, આમ આદમી પાર્ટીને 159થી 175 બેઠકો અને કોંગ્રેસને 04થી 7 બેઠકોનો દાવો હતો. ટાઈમ્સ નાઉ ETG એક્ઝિટ પોલમાં ભાજપ માટે 84 થી 94 બેઠકો, AAP માટે 146 થી 156 અને કોંગ્રેસને 6 થી 10 બેઠકોની આગાહી કરવામાં આવી હતી.

એક્ઝિટ પોલના આંકડા અને પરિણામો સંપૂર્ણપણે મેળ ખાતા નથી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈને જે એક્ઝિટ પોલ બહાર આવ્યા છે તેમાં ભાજપ સૌથી વધુ બેઠકો જીતીને સરકાર બનાવી રહી છે. આજતક એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં ભાજપને 129થી 151, કોંગ્રેસને 16થી 30 અને આમ આદમી પાર્ટીને 09થી 21 બેઠકો મળી છે. જે રીતે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી 2022ના એક્ઝિટ પોલના આંકડા અને પરિણામો સંપૂર્ણપણે મેળ ખાતા નથી. એ જ રીતે શું હિમાચલ અને ગુજરાત વિધાનસભા 2022ના પરિણામોમાં કોઈ પલટો આવી શકે છે, આ મોટો પ્રશ્ન ઉભો થયો છે?

Back to top button