ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસાના નવા ગામમાં સંપૂર્ણ દારૂબંધી કરવા ગ્રામજનોની માંગ

Text To Speech
  • ગ્રામજનોએ તાલુકા પોલીસને આવેદનપત્ર આપ્યું

પાલનપુર : ડીસા તાલુકાના નવાગામમાં અગાઉ ગ્રામજનોએ એકત્ર થઈ સંપૂર્ણ દારૂબંધી કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ગામના કેટલાક માથાભારે તત્વોએ ફરીથી દારૂ બનાવવાનો અને વેચવાનો ધંધો શરૂ કરતા ગ્રામજનોએ ડીસા તાલુકા પોલીસને આવેદન પત્ર આપી સંપૂર્ણ દારૂબંધી કરાવવા માંગ કરી છે.

બનાસકાંઠા અને પાટણ જિલ્લાની હદ ઉપર આવેલા ડીસા તાલુકાના નવા ગામમાં અગાઉ ગ્રામજનોએ ગામના શ્રદ્ધેય શ્રી મુનિ મહારાજની જગ્યામાં એકત્ર થઈ સંપૂર્ણપણે દારૂબંધી કરવાનો નિર્ણય લીધો હતો .જોકે ગામના કેટલાક અસામાજિક તત્વોએ ફરીથી ગામમાં દારૂ ગાળવાનો તેમજ દારૂ વેચવાનો ધંધો શરૂ કરી દીધો છે. જેથી ગામમાં સજ્જન લોકો તેમજ માતા – બહેનોને અવરજવર કરવામાં પણ તકલીફ પડી રહી છે. આથી ગામના આગેવાનોએ ગામમાં ફરીથી સંપૂર્ણ રીતે દારૂબંધી થાય તે માટે ડીસા તાલુકા પોલીસ મથકે આવેદનપત્ર આપી દારૂ વેચતા તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો : પાલનપુર : અંબાજીમાં ગણગોર મહોત્સવની ઉજવણી, નવપરણિત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરે છે આ વ્રત

Back to top button