પાલનપુર : ગુજરાતના વાછોલમાં રાજસ્થાન સરકારે પાઇપલાઇન નાખી દીધી
પાલનપુર: ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ગામ એવા વાછોલમાં રાજસ્થાન સરકાર દ્વારા આડકતરી રીતે જમીન ઉપર કબજો કરવાના પ્રયાસથી દોડધામ મચી છે. રાજસ્થાન સરકારના નલ સે જલ યોજના હેઠળ ખેતર સુધી પાણી આપવાની યોજના છે. જેને અંતર્ગત ગુજરાત રાજ્યની જમીનમાં રાજ્સ્થાન સરકાર દ્વારા પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરાતા વાછોલ ગામના સરપંચે આ કામગીરીને જાણ થતા જ અટકાવી દીધી હતી. વાછોલ્ ગામના સરપંચને એક ખેડૂતે આ અંગેની જાણ કરતા વાછોલના સરપંચ નરેશભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ગામના સરપંચને જાણ થતા કામગીરી અટકાવી
જ્યાં ગુજરાતની ગૌચરની જમીનમાં નાખવામાં આવી રહેલી પાઇપલાઇનની કામગીરી તેમને અટકાવી દીધી હતી. જાણવા મળ્યા મુજબ રાજસ્થાનના અધિકારીઓ દ્વારા બીજી વખત આ પ્રકારે પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને લઈને ગ્રામજનો રોષે ભરાયા છે. અગાઉ ગૌચરની જગ્યામાં રાજસ્થાનની જમીન ના હદ નિશાન થી 500 થી 600 મીટર અંદર રાજસ્થાન રાજ્યના અધિકારીઓ દ્વારા ખૂંટ મારવામાં આવ્યા હતા. જોકે આ સમગ્ર મામલે હાલમાં ઉહાપોહ પામ્યો છે. જેને પગલે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને વાસ્તવિક સ્થિતિનો કયાસ કાઢી રહ્યા છે.
આ પણ વાંચો :કંગના રનૌત પ્રિયંકા ચોપરાના સમર્થનમાં, કરણ જોહર ઉપર આક્ષેપ