પાલનપુર : સ્પર્ધાત્મક પરીક્ષાના પરીક્ષાર્થીઓ માટે ખાસ બસ સુવિધા કરાઈ


પાલનપુર : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આગામી તારીખ 29 જાન્યું.’ 23 ના રોજ જુનિયર ક્લાર્ક સંવર્ગની સીધી ભરતીની પરીક્ષા યોજવામાં આવી છે. સવારે 11:00 થી 12:00 કલાક દરમિયાન આ પરીક્ષા યોજાનાર છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી પાટણ જિલ્લામાં 31,740 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા જશે. જ્યારે મહેસાણા જિલ્લામાં 46,654 પરીક્ષાર્થીઓ આપવા જશે.
જેમને પરીક્ષા આપવા જવાના સમય દરમિયાન કોઈ મુશ્કેલી ના પડે તે માટે પાલનપુરના એસટી વિભાગ દ્વારા પાલનપુર, ડીસા, થરાદ, દિયોદર, રાધનપુર, સિધ્ધપુર અને અંબાજી એમ 7 ડેપો દ્વારા તારીખ 28 જાન્યુ.’23 તથા 29 જાન્યુ.’23 એમ બે દિવસ માટે એક્સ્ટ્રા બસની સુવિધા પૂરી પાડવામાં આવનાર છે. જેના માટે જે-તે ડેપોના અધિકારીનો સંપર્ક કરવા ની જણાવાયું છે.
કયા ડેપો માટે ક્યાં સંપર્ક કરશો
આ પણ વાંચો : માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડયો : તાપમાન માઇનસ 4 ડિગ્રી પહોંચ્યું