ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: પડતા ઉપર પાટું, ચોથી વાર કમોસમી વરસાદ, ખેતી પાકને વ્યાપક નુકસાન

Text To Speech
  • રાજગરો, ઘઉં, સક્કરટેટી, તરબૂચના પાકમાં નુકસાન
  • ખેડૂતોની સરકાર પાસે સહાયની માંગ

પાલનપુર : ડીસામાં છેલ્લા બે મહિનામાં સતત ચોથી વાર કમોસમી વરસાદ થતા ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે. રાજગરો, ઘઉં, સક્કરટેટી અને તરબૂચના પાકમાં વ્યાપક નુકસાન થતાં ખેડૂતો ને પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. ત્યારે નુકસાન ગ્રસ્ત ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે ફરી એકવાર ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ થયો છે અને જિલ્લામાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, તો ક્યાંક બરફના કરા સાથે પણ વરસાદ થતાં ફરી એકવાર ખેડૂતોને મોટુ નુકસાન વેઠવું પડ્યું છે. ખાસ કરીને ડીસા પંથકમાં સક્કરટેટી અને તરબૂચનું મોટાપાયે વાવેતર થયું છે. જેમાં બરફના કરા અને ધોધમાર વરસાદના કારણે નુકશાન થવાની સંભાવના વધી ગઈ છે. આ સિવાય રાજગરો, ઘઉં અને એરંડાનો પણ તૈયાર થયેલો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. ભારે પવન અને વાવાઝોડા સાથે કમોસમી વરસાદથી ખેડૂતો ના ખેતરોમાં તૈયાર થયેલો પાક ધોવાઈ જતા લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. એક તરફ મોંઘું બિયારણ,ખાતર ,ડીઝલ અને વીજળીનો ઉપયોગ કરી સતત બે મહિના સુધી દિવસ – રાત મજૂરી કરી ખેડૂતોએ પાક તૈયાર કર્યો હતો અને અને કુદરતે કહેર વર્તાવતા ખેડૂતો પાયમાલ થવાની કગાર પર આવી ગયા છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે, સરકાર તાત્કાલિક ખેડૂતોને સહાય ચૂકવે નહીંતર ખેડૂતોની હાલત ખુબજ કફોડી બનશે.

આ પણ વાંચો : પાલનપુર : ડીસા નગરપાલિકા કર્મચારી મંડળના નવા હોદેદારો વરાયા

Back to top button