ગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

કારગિલ વિજય દિવસ : અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓનું કરાયું સન્માન

Text To Speech
  • આઝાદીના અમૃત મહોત્સવ પર્વે “સ્વાતંત્ર્ય સેનાની સન્માન સમારંભ” દ્વારા અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રનો સ્તુત્ય પ્રયાસ
  • આઝાદીના અનસંગ હીરોઝનું સન્માન કરવા માટે કારગિલ વિજય દિવસથી મોટો કોઈ અવસર હોઈ ન શકે-  પ્રવીણા ડી.કે
  • અમદાવાદના અન્ય પાંચ સ્વાતંત્ર્ય સેનાનીઓને તેમના નિવાસસ્થાને શાલ ઓઢાડી, મોમેન્ટો અર્પણ કરાયા

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સ્વાતંત્ર્ય સેનાઓ માટે સન્માન કાર્યક્રમ યોજીને અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રએ એક પ્રશંસનીય પ્રયાસ કર્યો છે. કલેકટર પ્રવિણા ડીકેના માર્ગદર્શનમાં કલેકટર કચેરી ખાતે “સ્વાતંત્ર્ય સેનાની સન્માન સમારંભ” યોજવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા 96 વર્ષીય ભવાનીશંકર પંડ્યાનું શાલ ઓઢાડી, મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

ભવાનીશંકર પંડ્યાનું સન્માન-humdekhengenews

કલેકટર પ્રવીણા ડી.કે.ના હસ્તે સ્વાતંત્ર્ય સેનાની ભવાનીશંકર પંડ્યાનું સન્માન

આ અવસરે કલેકટર પ્રવીણા ડી. કેએ જણાવ્યું હતું કે, હાલ આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે. ત્યારે આપણને આઝાદી અપાવવામાં અમૂલ્ય યોગદાન આપનાર આ અનસંગ હીરોઝનું સન્માન કરવા માટે કારગિલ વિજય દિવસથી મોટો કોઈ અવસર હોઈ ન શકે. આ અવસર ઝડપીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહુ નગરજનો વતી આઝાદીના ઘડવૈયાઓના સન્માન કરવામાં આવ્યું છે.

ભવાનીશંકર પંડ્યાનું સન્માન-humdekhengenews

આ પણ વાંચો : કેનેડામાં મૃત્યુ પામનાર અમદાવાદના વર્સિલ પટેલ માટે લોકોએ ઉદાર હાથે કર્યું દાન, નિર્ધારિત રકમ કરતા વધુ રકમ એકત્ર થઈ

અમદાવાદના સ્વાતંત્ર્ય સેનાનીઓને તેમના નિવાસસ્થાને જઈ સન્માન કરાયું

મહામુલી આઝાદી મેળવવામાં યથાશક્તિ યોગદાન આપનાર અમદાવાદ જિલ્લાના કુલ છ સ્વાતંત્ર્ય સેનાનીઓને સત્કારવામાં આવ્યા હતા. જેમાં ભવાનીશંકર પંડ્યા કલેક્ટરના હસ્તે કરવામાં આવ્યું. જ્યારે 99વર્ષીય  ઈશ્વરલાલ દવે, 105 વર્ષીય કમલાબેન ભાવસાર, 88 વર્ષીય લક્ષમણભાઈ ચૌહાણ, 97 વર્ષીય  રણછોડભાઈ શાહ અને 96 વર્ષીય ઠાકોરલાલ ટિલ્લાવાળાનું સન્માન જિલ્લા વહીવટી તંત્રના પ્રતિનિધિ સ્વરૂપે અધિકારીઓએ તેમના નિવાસ્થાને જઈને કર્યું હતું.

ભવાનીશંકર પંડ્યાનું સન્માન-humdekhengenews

આ પણ વાંચો : જૂનાગઢ મકાન દુર્ઘટનામાં પતિ અને બે પુત્ર ગુમાવનાર મહિલાએ એસિડ ગટગટાવ્યું, પરિવારે કર્યા ગંભીર આક્ષેપો

Back to top button