પાલનપુર: અભિનેત્રી શિલ્પા શેટ્ટીના હસ્તે બ્રહ્માકુમારીઝ સંગઠનને ઇન્ટરનેશનલ ફેમ એવોર્ડ
પાલનપુર: વિશ્વની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય અધ્યાત્મ સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયને તેના માનવ માત્રના આધ્યાત્મ સશક્ત પ્રયાસો અને સકારાત્મક જીવન સહેલીની પ્રેરણા માટે દેશ-વિદેશના 176 થી વધુ વૈશ્વિક એવોર્ડ્સ પ્રાપ્ત થયા છે. જેમાં ન્યુ દિલ્હીમાં યોજાયેલ ભવ્ય આઇ ફો એવોર્ડ સભારંભ માં એક વધુ એવોર્ડ્સ પ્રાપ્ત થયેલ છે. જે ભારતની પ્રાચીન આધ્યાત્મિકતાના પ્રસાર પ્રચાર માટે ગૌરવ સમાન છે.
રાજયોગા મેડીટેશન આધ્યાત્મિકતાના વૈશ્વિક પ્રચાર પ્રસાર માટે એવોર્ડ અપાયો
બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદી ના જણાવ્યા પ્રમાણે પોતાના અધ્યાત્મ પ્રસાર – પ્રચાર માટે સંસ્થાના બ્રહ્મકુમાર ડો. દીપક હરકે, બ્રહ્માકુમારી તાન્યાબેન તથા છવી દીદી ને આઇ ફો સમારંભમાં પ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના હસ્તે ઇન્ટરનેશનલ ફેમ એવોર્ડ થી સન્માનિત કરાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્થાના વૈશ્વિક સેવાઓના આ વિશાળ સંગઠનને 1974 થી 2023 સુધીમાં 160 દેશોમાં ભારતીય સનાતન ધર્મ પ્રાચીન રાજ યોગા અને આધ્યાત્મિકતા માટે હજારો કાર્યક્રમો દ્વારા લાખો લોકોને આધ્યાત્મક સશક્ત સકારાત્મક જીવનશૈલી દ્વારા બનાવેલ છે.
ત્યાંથી તેને એશિયા પેસિફિક આઇકોન, દુબઈમાં ગ્લોબલ લીડ્સ એવોર્ડ, સંયુક્ત અરબ અમીરાત દ્વારા ઇન્ટરનેશનલ ઇમિજન્સ એકસીલન્સ એવોર્ડ ડો.દીપક હરકે તથા બ્રહ્માકુમારી બહેનોને ભારત ગૌરવ સન્માન પણ પ્રાપ્ત થયેલ છે. તે ભારતીય સંસ્કૃતિ માટે ગૌરવની વાત કહેવાશે. બ્રહ્માકુમારીઝ દ્વારા માનવીય મૂલ્યો પર પણ અનેક ફિલ્મોનું સર્જન કરી લોકોના જીવન પરિવર્તન માટે કાર્યો સત્કાર્યો કરવામાં આવેલ છે.
આ પ્રસંગે શિલ્પા શેટ્ટી ને બ્રહ્માકુમારી બહેનોએ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરી જીવનમાં મેડીટેશનની મહત્વતા પર પ્રકાશ પાડેલ તથા માઉન્ટ આબુની આધ્યાત્મ મુલાકાતે આવવા આમંત્રણ આપ્યું હતું. જેના પ્રત્યુત્તરમાં શિલ્પા શેટ્ટી એ રસ દાખેવેલ તથા ચર્ચા કરી આવવા પોતાના વિચાર દર્શાવ્યો હતો.
આ પણ વાંચો :‘પઠાણ’ના ‘બેશરમ રંગ’ માટે કેમ ભગવો રંગ પસંદ કરાયો હતો? ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે મૌન તોડ્યું