ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસાના ફાગુદરામાં ખેડૂતના ઘરમાં આગ લાગતા દોડધામ, ઘરવખરી બળી જતા 3 લાખનું થયું નુકસાન

Text To Speech

પાલનપુર : ડીસા તાલુકાના ફાગુદરા ગામે એક ખેડૂતના ઘરમાં અચાનક આગ લાગતા અફડતફડી સર્જાઈ હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.આગમાં ઘરવખરીનો સામાન બળી જતા ખેડૂતને અંદાજિત 3 લાખનું નુકસાન થયું હતું.

 

પાલનપુર-humdekhengenews

ડીસા તાલુકાના ફાગુદરા ગામે રહેતા મશરૂભાઈ ચૌધરી પોતાના પરિવાર સાથે ભોજન કરી સુતા હતા. ત્યારે અચાનક ઘરમાં આગ લાગતા બુમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. આગને કાબુમાં લેવા આજુબાજુના લોકોએ કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. જોકે ત્યાં સુધીમાં તો ઘરમાં પડેલી તમામ ચીજ વસ્તુઓ ગોદડા ,ખાટલા, કબાટ, ફ્રીજ તથા પેટીમાં પડેલ ઘર દસ્તાવેજો, કામકાજના કાગળ અને રોકડ રકમ બધું જ બળીને ખાખ થઈ ગયું હતું.

પાલનપુર-humdekhengenews

આ ઘટના અંગે ખેડૂત મશરૂભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે તેઓ પરિવાર સાથે ઘરમાં સુતા હતા તે સમયે ઘરમાં અચાનક આગ લાગતો તેઓ ગભરાઈ ગયા હતા

પાલનપુર-humdekhengenews

અને બૂમાબૂમ કરતો આજુબાજુથી તેમના સગા સંબંધી તેમજ ગામ લોકો દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લીધી હતી. આ આગમાં ઘરવખરી નો સમાન બળી જતા અંદાજીત ત્રણ લાખનું નુકસાન થયું છે

આ પણ વાંચો : પાલનપુર : એ… આઘા રહેજો… ડ્રાઇવર વગરનું ટ્રેકટર આવે છે…

Back to top button