પાલનપુર: ડીસામાં ગેરકાયદેસર ધમધમતી 21 મટનની દુકાનો બંધ કરવાઈ
પાલનપુર: ડીસા નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી મટનની દુકાનો પોલીસ અને પાલિકાની ટીમ એ બંધ કરાવી હતી.
જિલ્લા ફૂડ કમિટીએ આપેલ લિસ્ટ મુજબ પાલિકાએ કાર્યવાહી કરી
સમગ્ર ગુજરાતમાં હાઇકોર્ટ ના આદેશ મુજબ ગેરકાયદેસર ચાલતી મટનની હાટડીઓ બંધ કરવા આદેશ કરતા બનાસકાંઠા માં બનાવવામાં આવેલ જિલ્લા ફૂડ કમિટીએ સર્વે કરી જે તે વિસ્તારના જવાબદાર અધિકારીઓને સૂચના આપતાં ડીસામાં પણ 21 દુકાનો ગેરકાયદેસર હોવાનું ધ્યાન પર આવતા જિલ્લા ફૂડ કમિટી એ રિપોર્ટ સાથે લીસ્ટ ડીસા નગરપાલિકાને મોકલી આપેલ હતું જે રિપોર્ટના આધારે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર એસ. એમ. અંસારીની સૂચનાથી દબાણ અધિકારી મનોજ પટેલ, સેનિટેશનનો સ્ટાફ અને દક્ષિણ પોલીસએ આવી ગેકાયદેસર ધમધમતી તમામ 21 દુકાનો પર જઈને બંધ કરાવી હતી. તેમજ લાયસન્સ વગર ન ચલાવવા સૂચના પણ આપી હતી. જોકે પાલિકા અને પોલીસની ટીમ ડીસાના માર્ગો પર ફરતા જ ગેરકાયદેસર મટનની હાટડીઓ ચલાવતા લોકો દુકાનો બંધ કરી રફુચક્કર થઈ ગયા હતા.