ટ્રેન્ડિંગનેશનલ
આંધ્ર પ્રદેશના CM જગન મોહનના બહેન વાયએસ શર્મિલા કોંગ્રેસમાં જોડાયા

નવી દિલ્હી, 04 જાન્યુઆરી: YSR તેલંગાણા પાર્ટીના સ્થાપક YS શર્મિલા ગુરુવારે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા છે. નવી દિલ્હીમાં પાર્ટી કાર્યાલયમાં આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ શર્મિલાને સભ્યપદ સોંપ્યું હતું. આ સમય દરમિયાન શર્મિલાએ વાયએસઆર તેલંગાણા પાર્ટીને કોંગ્રેસમાં વિલીનીકરણની પણ જાહેરાત કરી અને કહ્યું કે તેમને જે પણ જવાબદારી આપવામાં આવશે, તે તેઓ પૂરી નિષ્ઠાથી નિભાવશે.
Senior leader from Andhra Pradesh YS Sharmila ji joins the INC in the presence of Congress President Shri @kharge, Shri @RahulGandhi and General Secy (Org.) Shri @kcvenugopalmp at the AICC HQ in New Delhi. pic.twitter.com/LqMvqqqwCm
— Congress (@INCIndia) January 4, 2024
YS શર્મિલા કોંગ્રેસમાં જોડાયા
શર્મિલાએ કહ્યું, ‘આજે હું YSR તેલંગાણા પાર્ટીને કોંગ્રેસ પાર્ટીમાં વિલીનીકરણ કરીને ખૂબ જ ખુશ છું. હું ખુશી અનુભવું છું કે YSR તેલંગાણા પાર્ટી આજથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ભાગ બનવા જઈ રહી છે. આ પછી તેઓ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. કોંગ્રેસના વખાણ કરતા વાયએસ શર્મિલાએ કહ્યું કે તે દેશની સૌથી મોટી બિનસાંપ્રદાયિક પાર્ટી છે, કારણ કે તે તમામ સમુદાયોની સેવા કરે છે અને તમામ વર્ગના લોકોને એકજૂથ કરે છે.
Delhi | YS Sharmila meets Congress Parliamentary Party Chairperson Sonia Gandhi after she merges YSR Telangana Party with Congress pic.twitter.com/hHOMjMNYhL
— ANI (@ANI) January 4, 2024
કોંગ્રેસમાંથી જોડાવાથી આંધ્રપ્રદેશના રાજકારણને અસર
પત્રકારો સાથે વાત કરતા તેમના પતિ અનિલ કુમારે કહ્યું, ‘અમે કોંગ્રેસ પરિવારનો ભાગ બનવા માંગતા હતા. તે પાર્ટીના નિર્ણયોનું પાલન કરશે. જો કે, શર્મિલાના કોંગ્રેસમાં જોડાવાથી આંધ્ર પ્રદેશના રાજકારણ પર અસર થઈ શકે છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે જોવાનું તેમના પિતાનું સપનું હતું અને તેઓ તેમાં યોગદાન આપીને ખુશ થશે. નોંધનીય છે કે, શર્મિલા આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન, સ્વર્ગસ્થ વાયએસ રાજશેખર રેડ્ડીની પુત્રી અને આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીના નાના બહેન છે.
તેલંગાણામાં તાજેતરની વિધાનસભા ચૂંટણી દરમિયાન શર્મિલાએ કે. ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળના BRSના કથિત ભ્રષ્ટ અને જનવિરોધી શાસનને ખતમ કરવા માટે કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. સ્પષ્ટતા પણ કરી કે તેમણે મતોના વિભાજનના કારણે તેલંગાણામાં ચૂંટણી લડી નથી. આ ચૂંટણીમાં કોંગ્રેસે 119માંથી 64 બેઠકો જીતીને પહેલીવાર તેલંગાણામાં પૂર્ણ બહુમતી હાંસલ કરી હતી.