ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

રાજૌરી એન્કાઉન્ટરમાં પાકિસ્તાની આતંકી ઠાર, 26 કલાકથી ઑપરેશન ચાલુ

Text To Speech

રાજૌરી, 23 નવેમ્બર: જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં છેલ્લા 26 કલાકથી આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. સુરક્ષા દળોએ કારી નામનો આતંકીને ઠાર કર્યો છે. સંરક્ષણ પીઆરઓ અનુસાર કારી પાકિસ્તાની નાગરિક છે. તેને પાકિસ્તાન અને અફઘાન મોરચા પર તાલીમ આપવામાં આવી હતી. કારી લશ્કર-એ-તૈયબાનો ટોચનો કમાન્ડર હતો.

તે છેલ્લા એક વર્ષથી રાજોરી અને પૂંચમાં તેના જૂથ સાથે સક્રિય હતો. તેને ધાંગરી અને કાંડી હુમલાનો માસ્ટરમાઈન્ડ પણ માનવામાં આવે છે. જમ્મુમાં આતંકી ઘટનાને અંજામ આપવા માટે તેનો મોકલવામાં આવ્યો હતો. તે IED માં નિષ્ણાત અને ગુફાઓમાંથી હુમલા કરવા માટે પ્પશિ

રાજૌરી જિલ્લાના ધરમસાલાના બજીમલ વિસ્તારમાં ગુરુવારે સવારે સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત દળો અને આતંકવાદીઓ વચ્ચે ફરી એકવાર એન્કાઉન્ટર શરૂ થયું છે. બુધવારે સવારે 10 વાગ્યે શરૂ થયેલું એન્કાઉન્ટર સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહ્યું હતું. અંધારાના કારણે નવ કલાક બાદ ગોળીબાર બંધ કરી દેવામાં આવ્યો હતો પરંતુ સુરક્ષા દળોએ બંને આતંકીઓને ઘેરી લીધા હતા.

આ અથડામણમાં સેનાના બે અધિકારીઓ અને બે જવાન વીરગતિ પામ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, જે લોકોએજીવ ગુમાવ્યો તેમાં કેપ્ટન શુભમ, કેપ્ટન એમવી પ્રાંજિલ અને હવાલદાર મજીદનો સમાવેશ થાય છે. કેપ્ટન એમવી પ્રાંજિલના મૃતદેહને આજે સાંજે બેંગલુરુ મોકલવામાં આવશે.ડિતોમાંથી એકની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. 9 પેરાના મેજર મેહરાને હાથ અને છાતીમાં ઈજા થઈ હતી. તેમને ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા છે. તેમની હાલત અહીં સ્થિર છે. ઘાયલ સૈનિકની રાજૌરીની 50 જનરલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી સાથેની અથડામણમાં બે જવાન વીરગતિ પામ્યા

Back to top button