દિલ્હીમાં પાકિસ્તાની હિન્દુ રેફ્યુજીઓએ CAA લાગુ કરવાના નિર્ણયને આવકાર્યો
- પાક-અફઘાનિસ્તાનના 10 હજારથી વધુ હિન્દુ-શીખ રેફ્યુજીઓમાં ખુશીની લહેર છવાઈ
- હિન્દુ-શીખ રેફ્યુજીઓએ ફટાકડા ફોડીને અને તિરંગો ફરકાવીને CAAનું સ્વાગત કર્યું
નવી દિલ્હી, 12 માર્ચ: કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે સિટીઝન અમેન્ડમેન્ટ ઍક્ટ લાગુ કરવાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જેને પગલે નવી દિલ્હીમાં રહેતા પાકિસ્તાની હિન્દુ રેફ્યુજીઓએ CAA લાગુ કરવાના કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો. નાગરિકતા (સુધારા) અધિનિયમના અમલીકરણ સાથે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 10 હજારથી વધુ શીખ અને હિન્દુ રેફ્યુજીઓએ ફટાકડા ફોડી અને તિરંગો ધ્વજ લહેરાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. મજનુ કા ટીલા ખાતેના હિંદુ રેફ્યુજી શિબિરમાં અને તિલક નગર ખાતેના શીખ રેફ્યુજી શિબિરમાં મીઠાઈઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. CAA લાગુ કરવાના નિર્ણયથી રેફ્યુજીઓમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી.
Hindu refugees from Pakistan in delhi welcome Modi Govt’s decision to implement #CAApic.twitter.com/EPSzrgg6SL
— Megh Updates 🚨™ (@MeghUpdates) March 11, 2024
લોકસભા ચૂંટણી પહેલા, કેન્દ્ર સરકાર દ્વારા 31 ડિસેમ્બર, 2014 પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી દસ્તાવેજો વિના દેશમાં આવેલા બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સ જેવા કે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીને નાગરિકતા આપવા માટે CAA 2019ના અમલીકરણની જાહેરાત કરી હતી.
હિન્દુ-શીખ રેફ્યુજીઓમાં ખુશીની લહેર
મજનુ કા ટીલા સ્થિત કેમ્પમાં પાકિસ્તાની હિન્દુ રેફ્યુજી સમુદાયના વરિષ્ઠ સોનાદાસે કહ્યું કે, સમુદાયના લગભગ 500 લોકોને હવે ભારતીય નાગરિકતા મળશે. તે અને તેના પરિવારની જેમ અહીં રહેતા સેંકડો લોકો 10 વર્ષથી વધુ સમયથી આની રાહ જોઈ રહ્યા હતા. કારણ કે, ત્યારથી તે રેફ્યુજી હતા. હવે તે બધા ખુશ છે, કારણ કે તે બધા ભારતીય નાગરિક કહેવાશે. CAA બન્યા બાદ તેઓએ નાગરિકતા માટે અરજી કરી હતી. હવે તે લોકોએ ફરીથી અરજી કરવી પડશે. કારણ કે હવે સિસ્ટમ ઇન્ટરનેટ દ્વારા છે.
2011થી હિન્દુ રેફ્યુજીઓ ભારતમાં રહે છે
પાકિસ્તાનથી આવેલા હિન્દુ રેફ્યુજીઓ વર્ષ 2011થી મજનુ કા ટીલામાં આવવા લાગ્યા હતા. તેવી જ રીતે, અફઘાનિસ્તાનથી શીખ રેફ્યુજીઓનું આગમન લગભગ 40 વર્ષ પહેલા તિલક નગરમાં શરૂ થયું હતું, જે ત્રણ વર્ષ પહેલા અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનના આગમન સુધી ચાલુ રહ્યું હતું. જો કે, શીખ રેફ્યુજીઓ હિન્દુ રેફ્યુજીઓ કરતાં વધુ સારી આર્થિક સ્થિતિમાં છે.
શીખ અને હિન્દુ શરણાર્થીઓ વચ્ચે કામ કરતા દિલ્હી ભાજપના શીખ સેલના પૂર્વ સહ-સંયોજક જસપ્રીતસિંહ માતા કહે છે કે, ખાલિસ્તાનના નામે કેનેડા અને બ્રિટનમાં શીખો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવામાં આવી રહી હોવા છતાં અફઘાનિસ્તાનમાં દલિત શીખો પરિવારો સાથે કોઈ નહોતું, અહીં માત્ર ભારત સરકાર હતી. તેથી, ગુરુ ગ્રંથ સાહિબને શીખ પરિવારો સાથે કાબુલથી સન્માન સાથે દેશમાં લાવવામાં આવ્યા હતા. હવે તે તમામ લોકોમાં ખુશીની લહેર છે કારણ કે ભારતે તેમને પોતાના તરીકે સ્વીકાર્યા છે. તેવી જ રીતે, આદર્શ નગરમાં પાક હિન્દુ શરણાર્થીઓની મોટી વસ્તી છે જેમના માટે નાગરિકતા મેળવવાનો માર્ગ પણ ખુલી ગયો છે.
આ પણ જુઓ: ચાર વર્ષથી ચાલી રહેલા તણાવમાંથી ન તો ભારત કે ન તો ચીનને કંઈ મળ્યું છે: જયશંકર