આંતરરાષ્ટ્રીયટ્રેન્ડિંગ

Pakistan Medicine Crisis : લોટ, તેલ, ગેસ બાદ હવે પાકિસ્તાનમાં દવાઓનું સંકટ, લોકો સારવાર માટે ઝંખી રહ્યા

Pakistan Medicine Crisis : કંગાલ પાકિસ્તાનનો હાલ બેહાલ છે. કરજાની જાળ સૌથી પહેલા પાકિસ્તાન ઈકોનોમીને ધ્વસ્ત કરી રહી છે. ઉપરથી મીડલ ઈસ્ટ યુદ્ધે દેશમાં હાહાકાર મચાવ્યો છે. અમેરિકા- ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી તેલ- ગેસ સંકટ સામે લડી રહેલા પાકિસ્તાનની જનતા પર મોંઘવારીનો માર પડી રહ્યો છે. લોટ, તેલ, ગેસથી લઈને દૈનિક જરુરીયાતની વસ્તુઓ માટે લોકોને મુશ્કેલી પડી રહી છે. તેની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. ત્યાં જ હવે સ્થિતિ વધુ ખરાબ થઈ ચૂકી છે, પાકિસ્તાનમાં લોકો સારવાર માટે ઝંખી રહ્યા છે. અને દવાઓનું સંકટ વધી રહ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

દવાઓની ખામી સામે લડી રહ્યું છે પાકિસ્તાન

મીડલ ઈસ્ટ યુદ્ધના કારણે પાકિસ્તાનમાં દવા સંકટ સતત વધી રહ્યું છે. તેની કિંમતમાં સતત વધારો દર્દીઓના જીવ પર ભારે પડી કહી છે. લાહૌર, કરાચી અને પેશાવર જેવા શહેરોની કેટલીક સરકારી હોસ્પિટલ દવાઓની મોટા પ્રમાણમાં ખામીનો સામનો કરી રહ્યું છે અને દર્દીઓને પૂરતી સારવાર પણ પૂરી પાડી શકતી નથી.

પાકિસ્તાનમાં દવાઓનું સંકટ નબળી પ્રાઈસિંગ સિસ્ટમ અને મીડલ ઈસ્ટ યુદ્ધના કારણે ગ્લોબલ સપ્લાઈ ચેનમાં અવરોધના કારણે ઉભું થયું છે. જો કે, સારવાર કરાવવા માટે પાકિસ્તાનના કેટલાક શહેરોમાં દર્દીઓ મોંઘી દવાઓના કારણે ગંભીર આર્થિક સંકટમાં ફસાઈ રહ્યા છે. એક્સપ્રેસ ટ્રિબ્યૂનના રિપોર્ટ અનુસાર, વૈશ્વિક આપુર્તિ વિક્ષેપિત થવાને કારણે શિપિંગ કોસ્ટમાં વધારો થયો છે અને પાકિસ્તાનના દવા ક્ષેત્ર માટે જરુરી આયાતી કાચા માલની કિંમતમાં વધારો થયો છે.

આ પણ વાંચો : સુવેન્દુ અધિકારીના PAVની હત્યા કર્યા બાદ હત્યારા બાંગ્લાદેશ બોર્ડર તરફ ભાગીને ગયા

Back to top button