ઉત્તર ગુજરાતગુજરાત

ગુજરાત વિધાનસભા પરિસરમાં હસ્તકલા ઉત્પાદનોના પ્રદર્શન સ્ટોલનું આયોજન

Text To Speech

ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2024, આત્મનિર્ભર ભારતના સંકલ્પ અને વૉકલ ફોર લૉકલ અને વૉકલ ફોર ગ્લોબલની સંકલ્પનાને સાર્થક કરવા પાંચ દિવસ માટે ગુજરાત વિધાનસભાના પટાંગણમાં હસ્તકલા ઉત્પાદનોનું પ્રદર્શનનું આયોજન કરાયું છે. ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ લિમિટેડ દ્વારા ઉત્કૃષ્ઠ ઉત્પાદનોના પ્રદર્શન સ્ટોલનું આજે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું.

રોજગારી આપવાના હેતુથી આ પ્રદર્શન સ્ટોલનું આયોજન
રાજ્યની પ્રચલિત હસ્તકલાના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પ્રદર્શન સ્ટોલમાં હસ્તકલાની અનેક ચીજવસ્તુ પ્રદર્શન અને વેચાણ અર્થે મુકવામાં આવી છે. હાલમાં ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે અનેક લોકો વિધાનસભાની મુલાકાતે આવી રહ્યા છે. જેને ધ્યાનમાં લઈને હાથશાળ અને હસ્તકલા સાથે જોડાયેલા કારીગરોને પ્રોત્સાહન તથા રોજગારી આપવાના હેતુથી આ પ્રદર્શન સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.

હસ્તકલાથી તૈયાર થયેલા ઉત્પાદનોનું વેચાણ
આ પ્રદર્શન સ્ટોલમાં રાજ્યની હસ્તકલાથી તૈયાર કરેલા પટોળા, બાંધણી, અજરખ, સુફ, મડવર્ક, ટાંગલીયા, કલમકારી, વારલી, અગેટ વગેરેના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ થઇ રહ્યું છે.આજના આ ઉદ્ઘાટન પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બળવતસિંહ રાજપૂત, આદિજાતી વિકાસ મંત્રી કુબેરભાઈ ડિંડોર, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા, વિધાનસભા સચિવ ડી. એમ. પટેલ તથા અન્ય ધારાસભ્યો અને અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા.

 

આ પણ વાંચોઃહવે ઘરે બેઠા મળશે અંબાજીનો પ્રસાદ, આ રીતે કરો મોહનથાળ-ચિક્કીનો ઓનલાઈન ઓર્ડર

Back to top button