ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

હવે ઘરે બેઠા મળશે અંબાજીનો પ્રસાદ, આ રીતે કરો મોહનથાળ-ચિક્કીનો ઓનલાઈન ઓર્ડર

Text To Speech

અંબાજી, 12 ફેબ્રુઆરી 2024, શક્તિપીઠ અંબાજીનો મોહનથાળ પ્રસાદ વિશ્વભરમાં સુપ્રિધ્ધ છે. ત્યારે દેશ-વિદેશમાં રહેતા માઈભક્તોને અંબાજીનો પ્રસાદ ઘેર બેઠા મળી રહે તે માટે આ ઓનલાઈન પ્રસાદ સેવા શરૂ કરાઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતેથી ઓનલાઈન પ્રસાદ સેવાની શરૂઆત કરાવી હતી. આ સેવાથી પ્રસાદનો ઓનલાઈન ઓર્ડર આપ્યા પછી માત્ર 7થી 10 દિવસમાં પ્રસાદ ભાવિક ભક્તોના ઘરે મળી રહેશે. આ સેવામાં પ્રસાદનો ઓર્ડર આપનાર માઈભક્તો ઓર્ડરનું સ્ટેટસ પણ જાણી શકશે. તો હમ દેખેંગે ન્યૂઝ APP અને વેબસાઈટ પર ગ્રાફિક્સની મદદથી સમજો 7 સરળ સ્ટેપમાં ઓનલાઈન પ્રસાદ ઓર્ડર કરવાની સંપૂર્ણ પ્રોસેસ.

અંબાજીમાં ઓનલાઈન ઓર્ડર ફુલફિલમેન્ટ સેન્ટર સેવાની શરૂઆત
ગત 10મી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી મંદિરનો પ્રસાદ માઈભક્તોને ઓનલાઇન તેમના ઘેર બેઠા મળી રહે એ માટે ઓર્ડર ફુલફિલમેન્ટ સેન્ટર સેવાની શરૂઆત કરાવી હતી. અંબાજી મંદિરની વેબસાઈટ www.ambajitemple.in મારફતે હવેથી ઘરે બેઠા ઓનલાઈન પ્રસાદ મંગાવી શકાશે. યાત્રિકોએ પ્રિ-પેઈડ પદ્ધતિથી ઓનલાન ચૂકવણી કરવાની રહેશે. વેબસાઈટ મારફત પેમેન્ટ થયા બાદ પ્રસાદની ડીલીવરી મોકલવામાં આવશે. મંદિરના પ્રસાદ કેન્દ્ર ખાતે એક સ્ટોલ ખોલવામાં આવ્યો છે. જ્યાંથી પણ પ્રસાદ ઘરે ડીલીવરી કરવાનું બુકીંગ લેવામાં આવશે.

પ્રસાદ બુકિંગ માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ
પરિસરમાં એક ઓફલાઈન ઓર્ડર બુકિંગ બુથ પણ ચાલુ કરવામાં આવશે. જે માઈભક્તને ઓનલાઈન પ્રસાદ બુકિંગ મંદિર પરિસરમાંથી જ કરાવવો છે તે આ બુથ પરથી કરાવી શકશે. આ પ્રસાદ બુકિંગ માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. પ્રસાદને પેક કરવા માટે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેકેજિંગનો ઉપયોગ કરવામાં આવશે. મોહનથાળ અને ચિક્કીના પ્રસાદ સિવાય મંત્ર લેખન પુસ્તક, કેલેન્ડર, અગરબત્તી, પૂજાપો, નોટબુક જેવી અન્ય વસ્તુઓ પણ માઈભક્તો ઓનલાઈન ઓર્ડર કરી શકશે.

આ પણ વાંચોઃમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજીમાં ઓનલાઈન પ્રસાદ ફૂલફીલમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

Back to top button