ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષવીડિયો સ્ટોરી

“પ્રધાન સેવક”ની શપથવિધિમાં “સામાન્ય સેવકો”: સાંભળો કોણે શું કહ્યું?

Text To Speech

નવી દિલ્હી, 9 જૂન, 2024: નરેન્દ્ર મોદી આજે સળંગ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ રહ્યા છે ત્યારે તેમણે એવા અનેક લોકોને નિમંત્રણ પાઠવ્યા છે જેઓ આજીવન આવા સમારંભમાં હાજરી આપવાનું તો છોડો જવાનું પણ વિચારી ન શકે.

સ્વતંત્ર ભારતમાં જન્મેલા નેતા મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ચાર વખત શપથ લીધા હતા અને વડાપ્રધાન તરીકે આજે સળંગ ત્રીજી વખત શપથ લઈ રહ્યા છે. મોદીએ 2014માં પોતાને પ્રધાનમંત્રી નહીં પણ પ્રધાન સેવક ગણાવ્યા હતા. અને એ રીતે જોઈએ તો તેમણે તેમના આજના સમારંભમાં એવા “સેવકોને” સામેલ થવાની તક આપી છે જેઓ સફાઈ અને બાંધકામ જેવી કામગીરી સાથે સંકળાયેલા છે.

આમ તો ગઈકાલે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે, આજે રવિવારના શપથગ્રહણ સમારંભમાં લોકો પાયલટ, સેન્ટ્રલ વિસ્ટાના કામદારો સહિત ઘણી મોટી સંખ્યામાં તદન સામાન્ય નાગરિકોને પણ સામેલ થવા નિમંત્રણ પાઠવવામાં આવ્યાં છે. રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ઉપસ્થિત આવા કેટલાક પ્રજા-સેવકો સાથે વિવિધ સમાચાર એજન્સીએ વાત કરી હતી. આ સામાન્ય નાગરિકોએ તેમના ભાવ કેવી રીતે વ્યક્ત કર્યા તે સાંભળોઃ

આ પણ વાંચોઃ વીડિયો: જ્યારે રવનીતસિંહ બિટ્ટુએ પીએમ આવાસ પહોંચવા રીતસર રસ્તા પર દોડ લગાવી

Back to top button