બહેન માટે સ્વિગીમાંથી મંગાવી કેક: બર્થ ડે સ્ટિક માંગી તો કઇંક અલગ જ થયું, જુઓ વીડિયો
- મહિલાનો તેની બહેન માટે મોડી રાતે જન્મદિવસની કેકનો ઓર્ડર એક રમુજી ઘટનામાં ફેરવાઈ ગયો
HD ન્યૂઝ ડેસ્ક, 2 મે: મહિલાનો તેની બહેન માટે મોડી રાતે જન્મદિવસની કેકનો ઓર્ડર એક રમુજી ઘટનામાં ફેરવાઈ ગયો જ્યારે બેકરી સ્ટાફે તેણીની સૂચનાને થોડીક અલગ રીતે લીધી. ઘટનામાં એવું થયું કે મહિલાએ ઓર્ડર કરતી વખતે સ્પષ્ટપણે ચોક્કસ સૂચના લખી હતી કે, “કૃપા કરીને જહેપ્પી બર્થડે સ્ટીક સાથે મોકલજો.” પરંતુ, બેકરીના કર્મચારીઓએ તેનું કઇંક ખોટું જ અર્થઘટન કર્યું અને કેક ટોપરને બદલે, કેક પર આઈસિંગમાં “હેપ્પી બર્થ ડે સ્ટિક” લખેલું આવ્યું.
View this post on Instagram
મહિલાએ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો
આ મહિલા જે ‘@lin_and_greens’ નામનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચલાવે છે, તેણીએ કેક અને બિલનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેણે દર્શકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આ પોસ્ટમાં સ્વિગી ઈન્ડિયાને ટેગ કરતા મહિલાએ લખ્યું કે, “હેપ્પી બર્થ ડે સ્ટિક, આ શું છે ભાઈ?” મારી નાની બહેનનો જન્મદિવસ હતો, અને અમે મોડી રાતે 200 ગ્રામની નાની કેકનો ઓર્ડર આપ્યો કારણ કે અમે ફક્ત 3 જ હતા અને અમે વિચાર્યું કે અમે કેક પર કંઈપણ લખાવીશું નહીં, કારણ કે ત્યાં પૂરતી જગ્યા નહીં હોય.”
તેણીએ રમૂજી રીતે તેની પોસ્ટને કેપ્શન આપ્યું કે, “આથી અમે સૂચના બોક્સમાં ‘કૃપા કરીને જન્મદિવસની શુભેચ્છા સ્ટીક સાથે મોકલજો’ તેમ લખ્યું. અમને લાગ્યું કે અમે તેણીને સરપ્રાઈઝ આપી રહ્યા છીએ પરંતુ તેના બદલે સ્વિગીએ અમને જ સરપ્રાઈઝ આપી દીધી.”
ગેરસમજ પર વિચાર કરતા, તેણીએ સ્વીકાર્યું, “મને ખબર નહોતી કે તેને ‘કેક ટોપર’ કહેવામાં આવે છે. પાછળથી મારા એક મિત્રએ મને કહ્યું.” મિકસ-અપ થવા છતાં, તેણીએ આ સમગ્ર ઘટનાને સારા હાસ્યમાં લીધી અને કહ્યું કે, “હું કોઈની તરફ ઇશારો નથી કરી રહી, પરંતુ આ એક ભૂલ છે, પરંતુ ચાલો આપણે બધા સાથે હસીએ.”
કોમેન્ટ્સમાં લોકોએ આવી જ સ્ટોરીઓ શેર કરી
ઓનલાઈન શેર કરવામાં આવી ત્યારથી આ પોસ્ટને ઈન્સ્ટાગ્રામ પર 63 હજારથી વધુ લાઈક્સ મળી છે. લોકોએ કોમેન્ટ્સમાં આવી જ વિચિત્ર સ્ટોરીઓ શેર કરી, જે ચોક્કસપણે તમને હસાવી દેશે. અગાઉ ફેબ્રુઆરીમાં, આવી જ એક ઘટના વાયરલ થઈ હતી જ્યારે એક વ્યક્તિએ ઝોમેટોને જન્મદિવસની કેક માટે જે સૂચનાઓ આપી હતી તે પોસ્ટ કરી હતી જેમાં હાસ્યાસ્પદ રીતે ખોટું અર્થઘટન હતું.
આ પણ જુઓ: તંદૂરી રોટીની પતિની ફરમાઈશ પૂરી કરવા પત્નીએ અપનાવ્યો આ રસ્તો