OpenAIનું સૌથી એડવાન્સ AI ટૂલ GPT 4o ,જે કરી શકે છે માણસ અને મશીન સાથે વાતચીત
- OpenAI એ સૌથી એડવાન્સ AI ટૂલ GPT-4o કર્યું લોન્ચ
- OpenAIનું નવું AI ટૂલ માણસ અને મશીનો વચ્ચે રીઅલ ટાઇમ ટેક્સ્ટ, ઑડિયો અને વિડિયો બેઝ્ડ ઇન્ટરેક્શન માટે
- GPT-4o જાતે જ કોન્ટેન્ટ જનરેટ કરવાની ધરાવે છે ક્ષમતા
HD ન્યુઝ ડેસ્ક, 14 મે: OpenAI નવું એડવાન્સ AI ટૂલ GPT 4o લૉન્ચ કર્યું છે, જોકે ગુગલ અને માઈક્રોસોફ્ટ કંપનીઓનું ઓપનએઆઈના આ નવા AI ટૂલથી ટેન્શન વધી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે GPT-4o ટૂલ માણસ અને મશીનો વચ્ચેનાએક ઇન્ટરકનેક્શન માટે લાવવામાં આવ્યું છે, જોકે રિયલ ટાઇમ ટેક્સ્ટ, ઑડિયો અને વિડિયો બેઝ્ડ છે. કંપનીના સીઈओ મીરા મુરાતીએ આ નવા એઆઈ ટૂલ વિશે જાણકારી આપી છે. મીરા મુરાતીએ GPT-4o વિશે ઘોષણા કરતા જણાવ્યું હતું કે ટૂલ ટેક્સ્ટ સિવાય, ઈમેજ, ઓડિયો અને વિજ્યુઅલ્સને સરળતાથી સમજી શકાય છે. આ સિવાય આ AI ટૂલ રિયલ ટાઈમ રિપ્લાય પણ આપશે. OpenAI એ GPT-4 પછી વપરાશકર્તાઓ માટે GPT-4o રિલીઝ કર્યું છે.
GPTના યુઝર્સો માટે ફ્રી છે આ AI ટૂલ
મીરા મુરાતી વધુમાં જણાવ્યું કે આ ટૂલ GPT યુઝર્સ માટે ફ્રી છે અને પેઈડ સબસ્ક્રિપ્શન લેવા પર યુઝર્સને આ ટૂલના કેટલાક વિશેષ લાભ મળશે. GPT-4 પછી નવું આવેલું આ એડવાન્સ ટૂલમાં o નો અર્થ ઓમ્ની થાય છે. ઓમ્ની શબ્દનો અર્થ એ છે કે તે દરેક પ્રકારના ઇન્ટરેક્શનને સમજવાની ક્ષમતા રાખવી. GPT-4oની સૌથી મોટી ખાસિયત છે કે તે માણસોની જેમ વાતચીત કરી શકે છે. આ સાથે જ કંપનીએ તેનો ડેમો પણ બતાવ્યો છે કે માણસ અને મશીનોની તે વચ્ચે કેવા પ્રકારનું ઈન્ટરેક્શન કરશે.
OpenAIના સેમ ઓલ્ટમેને પોતાના બ્લોગ પોસ્ટ પર કરી જાણ
ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને તેમના બ્લોગમાં લખ્યું છે કે, હું મારી જાહેરાતમાં બે બાબતોને હાઈલાઈટ કરવા માંગુ છું. સૌથી મોટી વાત છે કે એઆઈ ટૂલ્સ વપરાશકર્તાઓને ફ્રીમાં મળવાનું છે. મને આ વાત પર ખૂબ જ ગર્વ છે કે અમે શ્રેષ્ઠ મોડેલ બનાવ્યું છે જે સમગ્ર વિશ્વમાં ફ્રી છે અને તે એડ વિના ઉપલબ્ધ છે.
ઓટો જનરેટ કરી શકે છે કોન્ટેન્ટ
સેમ ઓલ્ટમેને આગળ જણાવ્યું હતું કે તે એક મલ્ટિમોડલ છે, જે વોઈસ, ટેક્સ્ટ અને ઈમેજના માધ્યમથી કંમાન્ડ પણ કરી શકે છે. GPT-4o પોતે પણ કોન્ટેન્ટ જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. સરળ શબ્દોમાં કહીએ તો તેનો અર્થ એ છે કે આ ટૂલમાં માત્ર ટેક્સ્ટ નહીં પણ, ઈમેજ અને ઑડિયોના માધ્યમથી પણ ઈન્ટરેક્ટ કરી શકાય છે.
આ પણ વાંચો: ઈલોન મસ્કે ઓપન AI સામે કેસ દાખલ કર્યો, સીઈઓ સૅમ ઓલ્ટમન વિરુદ્ધ કરારની શરતોના ભંગ કરવાનો મૂક્યો આરોપ