ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

GOOGLEને હરિફાઈ આપવા OPENAI લોન્ચ કરશે તેનું સર્ચ એન્જિન

HD ન્યુઝ ડેસ્ક, 10 મે: આોપનએઆઈ આવતા સોમવારે નવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત સર્ચ પ્રોડક્ટની જાહેરાત કરવા જઈ રહી છે, સર્ચ ડેવલપમેન્ટના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, સર્ચ ટેક્નોલોજીમાં વર્તમાન અગ્રણી ગુગલ સાથે આોપનએઆઈની હરીફાઈ એ એક મહત્વપૂર્ણ પગલું છે. બ્લૂમબર્ગના અહેવાલો અને માહિતી સૂચવે છે કે માઇક્રોસોફ્ટ-સમર્થિત ઓપન એઆઇ એ સર્ચ એન્જિન વિકસાવી રહ્યું છે જેનો હેતુ માત્ર આલ્ફાબેટના ગૂગલ સાથે જ નહીં પરંતુ પર્પ્લેક્સીટી સાથે પણ સ્પર્ધા કરવાનો છે, જે એક આશાસ્પદ AI સર્ચ સ્ટાર્ટઅપ છે. આ નવા સાહસથી ઓપન એઆઈને ચેટજીપીટીની ક્ષમતાઓને વિસ્તારવાની અપેક્ષા છે, જેનાથી તે વેબમાંથી રીઅલ-ટાઇમ માહિતી મેળવી શકાશે અને તેના રિસ્પોન્સમાં સાઈટેશન્સનો પણ સમાવેશ કરશે.

પ્રાપ્ત માહિતી પ્રમાણેે, ગુગલ પણ એઆઈ આધારિત સર્ચ એન્જિન માટે કામ કરી રહ્યું છે. આ એનાઉન્સમેન્ટ સ્ટ્રેટેજીક હોય શકે છે. એક શક્યતા એવી પણ છે કે ગુગલની એન્યુઅલ I/O કોન્ફરન્સના માત્ર એક દિવસ પહેલા પણ થઈ શકે છે. આ ઈવેન્ટમાં ગુગલ એઆઈ સેન્ટ્રિક ઈનોવેશન્સની સીરીજ લોન્ચ કરી શકે છે.

ગુગલ પણ  એઆઈ આધારિત સર્વિસ પર કામ કરી રહી છે

આોપનએઆઈનું ઈનિશિયેટિવ ચેટજીપીટી તેની કેપેબિલિટીને એક્સટેન્ડ કરી રહી છે. જે હાલમાં હ્યુમન ટેક્સનો રિસ્પોન્સ આપવા માટે એડવાન્સ એઆઈ મોડલ્સનો લાભ લઈ રહી છે. ચેટજીપીટી ઓનલાઈન ઇન્ફોરમેશન ફરીથી મેળવવા માટે રિવોલ્યુશનરી ટુલ હોવા છતાં અપ ટુ ડેટ વેબ કન્ટેન્ટ માટે એક્યુરેટલી ઇન્ફોરમેશન પ્રોવાઈડ કરવાના પડકારોનો સામનો કરી રહી છે. આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે ઓપન એઆઈએ પોતાના પ્રિમિયમ યુઝર્સ માટે માઈક્રોસોફ્ટના બીંગ સર્ચ એન્જિન સાથે મળીને પોતાની સર્વિસ આપી રહી છે. જ્યારે ગુગલ પણ તેના સર્ચ એન્જિનને ન્યુ જનરેટિવ એઆઈ ફિચર્સની સુવિધાઓથી એક્સપાન્ડ કરી રહ્યું છે. “

ઓપનએઆઈ પર તેના યુઝરબેઝ એક્સપાન્ડ કરવાનું છે દબાણ

દરમિયાન, ઓપનએઆઈ રીસર્ચર વડે સ્થપાયેલ અને $1 બિલિયન મૂલ્યના પર્પ્લેક્સીટી AIએ સર્ચ ઈન્ટરફેસ ઓફર કરીને આગળ વધી રહ્યું છે જે ટેક્સ્ટ રિસ્પોન્સ સાથે સાઈટેશન્સ  અને ઈમેજોને વિશિષ્ટ રીતે રજૂ કરે છે.એક અહેવાલ પ્રમાણે,  જાન્યુઆરી સુધીમાં આ સ્ટાર્ટઅપના 10 મિલિયન મન્થલી એક્ટિવ યુઝર્સ થઈ જશે. વર્ષ 2022માં ડેબ્યુ કર્યા પછી, ચેટજીપીટી ઝડપથી 100 મિલિયન મન્થલી એક્ટિલ યુઝર્સ મેળવનારી સૌથી ઝડપી એપ્લિકેશન બની ગઈ છે. જોકે, સિમિલરવેબ નોંધે છે કે ચેટજીપીટીની વેબસાઈટ પરના વર્લ્ડ ટ્રાફિકમાં છેલ્લા વર્ષમાં વધઘટ જોવા મળ્યો હતો, જે તેની પિક લેવલને મેચ કરવા મે 2023માં સ્થિર થયો હતો. આ બેકડ્રોપ પછી ઓપનએઆઈ પર તેના યુઝર્સને એક્સપાન્ડ કરવા માટે અંડર પ્રેશરમાં છે.

આ પણ વાંચો: Deepfake સામે લડવા Elon Muskની તૈયારી, X પર લાવ્યા નવું અપડેટ 

Back to top button