ઉત્તર ગુજરાત
આંગણવાડી કાર્યકર આંદોલનને હિન્દૂ યુવા સંગઠન નું ખુલ્લું સમર્થન


પાલનપુર: ગુજરાત રાજ્યમાં કાર્યરત આંગણવાડી કાર્યકર, હેલ્પર બહેનો તેમની પડતર માગણીઓ એ લઈ આંદોલન ઉપર ઉતરી છે. ત્યારે આ આંદોલનને હિન્દુ યુવા સંગઠન દ્વારા ખુલ્લું સમર્થન આપવામાં આવ્યું છે. તેમજ વર્તમાન સરકાર મહિલા કર્મચારી માન -સન્માન સાથે તેઓના હક્ક, અઘિકાર, ન્યાયની માગણી સત્વરે ઉકેલ લાવે નહીં તો આ મામલે હિન્દૂ યુવા સંગઠન આંગણવાડી કાર્યકરોના સમર્થનમાં આંદોલન માર્ગ રસ્તા ઉપર ઉતરશે તેમ હિન્દૂ યુવા સંગઠન ના પ્રમુખ નીતિનભાઈ એ સોનીએ જણાવ્યું હતું. આ મામલે હિન્દૂ યુવા સંગઠન દ્વારા તમામ ૫૦૦ જેટલી આંગણવાડીની બહેનો સાથે ડીસા મામલતદાર કચેરીથી રેલી સ્વરૂપ નાયબ કલેકટર પહોંચી નાયબ કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ પણ વાંચો: અનેક મોટી બિમારીઓની દવા થઈ સસ્તી: 384 જેટલી દવાનું લિસ્ટ જાહેર